મુંબઈ: હવે 'બવાલ'નો સમય છે. મંગળવારે રાત્રે વરુણ ધવન અને જાનવી કપૂર સ્ટારર 'બવાલ'ના નિર્માતાઓએ મુંબઈમાં ફિલ્મનાં સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. જ્યારે ફિલ્મ ઉદ્યોગના અગ્રણીએ ફિલ્મ 'બવાલ'ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. ત્યારે બોલિવુડના ઘણા મોટા કલાકારો ટીમને ઉત્સાહિત કરવા માટે જોવા મળ્યા હતા. 'બવાલ' તારીખ 21 જુલાઈના રોજ પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.
વરુણ-જાનવીનો શાનદાર લુક: બવાલ સ્ક્રીનિંગ દરમિયાન જાનવી કપૂર સિલ્વર સિક્વિન ગાઉનમાં અદભૂત લાગી રહી હતી. તેમણે સામાન્ય મેકઅપ પસંદ કર્યો હતો. તેમણે વાળ ખુલ્લા રાખ્યા હતા. સ્ક્રીનિંગમાં હાજરી આપતા પહેલા જાનવી કપૂરે સોશિયલ મીડિયા પર ગ્લોરી ડ્રેસની તસવીર શેર કરી હતી. બીજી તરફ વરુણ ધવનની વાત કરીએ તો, તેઓએ બ્લેક શૂટમાં સ્ટાઈલિશ એન્ટ્રી કરી હતી. તેમણે વ્હાઈટ શર્ટ અને બ્લેક ટાઈ સાથે જોડી બનાવી હતી. આ ખાસ અવસરે તેમની પત્ની નતાશા દલાલ પણ જોડાઈ હતી.
સ્ક્રીનિંગમાં કાલાકારોની હાજરી: બવાલ સ્ક્રિનિંગ માટે બોલિવુડ ફિલ્મ ઉદ્યોગમાંથી કારણ જોહર, અર્જુન કપૂર, ખુશી કપૂર, બોની કપૂર, નોરા ફતેહી, તમન્ના ભાટિયાએ મહેફીલ જમાવી હતી. આ કાલાકારો બવાલ ફિલ્મની ટીમને ટેકો આપવા માટે આવ્યાં હતાં. આ ઉપરાંત અન્ય કાલાકારોની વાત કરીએ તો, મનીષ મલ્હોત્રા, એલી અવરામ, પૂજા હેગડે, નુસરત ભરુચા, અવનીત કૌર અને ઈસા બેલે પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ફિલ્મમાં કાલાકારની ભૂમિકા: 'બવાલ'નું નિર્દેશન નિતેશ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે. નિતેશ તિવારી 'છિછોરે' અને 'દંગલ' જોવી બ્લોકબ્સટર ફિલ્મ માટે જાણીતા છે. 'બવાલ' ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા છે, જે 'વિશ્વ યુદ્ધ 2'ની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ફિલ્મમાં વરુણ એક ઈતિહાસ શિક્ષકની ભૂમિકા ભજવે છે, જે જાનવી કપૂરના પાત્રને યુરોપના 'વિશ્વ યુદ્ધ 2' સાઈટ્સની મુલાકાત લેવા માટે લઈ જાય છે. તેમનું શૂટિંગ પેરિસ, બર્લિન, પોલેન્ડ, એમ્સ્ટરડેમ, ક્રાકો, વોર્સોની સાથે લખનૌ અને ભારતના અન્ય બે શહેરોમાં થયું હતું.
- Rajesh Khanna: રાજેશ ખન્નાની પુણ્યતિથિ પર અંજુ મહેન્દ્રૂએ યાદ કર્યા, ટ્વિટર પર તસવીર શેર કરી
- Gadar 2 New Song: સિની દેઓલ અમિશા પટેલ સ્ટરર ફિલ્મ 'ગદર 2'નું સોન્ગ રિલીઝ, Omg 2 સાથે ટકરાશે
- Priyanka Chopra: પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પર આ સેલેબ્સે પાઠવી શુભેચ્છા, અભિનેત્રીની ઝલક શેર કરી