હૈદરાબાદ: સિનેમેટિક જગતની જાદુઈ ફિલ્મ 'અવતાર ધ વે ઓફ વોટર' (Avatar The Way of Water) બોક્સ ઓફિસ પર રિલીઝના પાંચમા દિવસે પણ ગતિ પકડી રહી છે. આ ફિલ્મ રિલીઝના છઠ્ઠા દિવસે ચાલી રહી છે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર અંધાધૂંધ કમાણી કરી રહી છે. ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન 150 કરોડને વટાવી ગયું છે અને ફિલ્મે તેના વિશ્વવ્યાપી કલેક્શનમાં સમગ્ર બજેટ (2900 કરોડ) કરતાં એક હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલું જ નહીં આ ફિલ્મે માત્ર 5 દિવસમાં સાઉથની મેગાબ્લોકબસ્ટર ફિલ્મ 'KGF-2' અને 'RRR' સહિત આ 5 સાઉથની ફિલ્મના કુલ વિશ્વવ્યાપી કલેક્શન કરતાં વધુ કમાણી કરી લીધી છે. આવો જાણીએ ભારતમાં અને વિશ્વભરમાં 'અવતાર 2'નું પાંચમા દિવસનું કલેક્શન કેટલું (Avatar The Way of Water Box Office Day 5) રહ્યું.
જેમ્સ કેમરોનનો જાદુ:વાસ્તવમાં 13 વર્ષ પછી પણ જેમ્સકેમરોનેતેની ફિલ્મ દ્વારા અજાયબીઓ કરી છે. વર્ષ 2009માં રીલિઝ થયેલી ફિલ્મ 'અવતાર'નો બીજો ભાગ 'અવતાર ધ વે ઓફ વોટર' પણ બોક્સ ઓફિસ પર હિટ થઈ છે અને ઘણી કમાણી કરી રહી છે. કરોડો રૂપિયાની ટેક્નોલોજી, વૈજ્ઞાનિક અને અકલ્પનીય વિચારસરણીથી તૈયાર થયેલી આ ફિલ્મને જોવામાં કોઈ બ્રેક નથી.
ભારતમાં કમાણી:લગભગ રૂપિયા 2900 કરોડના જંગી બજેટમાં બનેલી આ સાયન્સ ફિક્શન મેજિક ફિલ્મ 'અવતાર 2' એ ભારતમાં રિલીઝ થતાંની સાથે જ તેના શરૂઆતના દિવસે 41 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે ભારતમાં બીજા દિવસે શનિવારે 42 કરોડ, ત્રીજા દિવસે રવિવારે 46 કરોડ, ચોથા દિવસે સોમવારે 20 કરોડ અને પાંચમાં દિવસે મંગળવારે 16 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે 5 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 165 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. એવી ધારણા છે કે, ભારતમાં છઠ્ઠા દિવસે 'અવતાર 2' બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કરી જશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ભારતમાં 4000 થિયેટરોમાં ચાલી રહી છે.