ન્યૂઝ ડેસ્ક: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ને બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ (Aryan khan drug case chargsheet) કરવા માટે હવે 60 દિવસનો વધુ સમય મળી ગયો છે. મુંબઈની વિશેષ NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) કોર્ટમાં સુનાવણી દરમિયાન NCBએ 90 દિવસનો સમય માંગ્યો હતો. જોકે કોર્ટે એનસીબીને માત્ર બે મહિના એટલે કે 60 દિવસનો સમય આપ્યો છે. અગાઉ આ કેસમાં (Aryan khan drug case) NCBએ 2 એપ્રિલ સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાની હતી.
SIT ટીમે કોર્ટ સમક્ષ ચાર તથ્યોને ધ્યાનમાં રાખી: રિપોર્ટ અનુસાર, NCBની SIT ટીમે કોર્ટ સમક્ષ ચાર તથ્યોને ધ્યાનમાં રાખીને ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ સમય માંગ્યો હતો. જેમાંથી એક હકીકત જણાવે છે કે આ કેસમાં પકડાયેલા 20 આરોપીઓ અલગ-અલગ વિસ્તારના છે અને SIT તે તમામના નિવેદનો નોંધવાની પ્રક્રિયામાં છે. ઘણા આરોપીઓ સમયસર તપાસ માટે આવ્યા ન હતા, જેના કારણે તેમાં વિલંબ થયો હતો.
આ પણ વાંચો:Katrina kaif and vicky Kaushal: હોલિડે પરથી કેટરિના કેફે શેર કરી તસવીર, જોવા મળ્યો કપલનો કઇક આ અંદાજ