નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન ઋષભ પંત તારીખ 30 ડિસેમ્બરની સવારે એક ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર બન્યા (Rishabh Pant accident) હતા. આ અકસ્માતમાં ક્રિકેટર ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં ઋષભની મર્સિડીઝ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. હરિયાણા રોડવેઝ બસના ડ્રાઇવર અને કંડક્ટરનો આભાર કે, જેમણે રિષભને જાણ્યા વિના કારમાં આગ લાગી તે પહેલાં તેને બહાર કાઢ્યો. અહીં ઋષભની સુરક્ષાની સાથે આ 2 વ્યક્તિઓની બહાદુરીના વખાણ આખો દેશ કરી રહ્યો છે. અહીં બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર અને અનુપમ ખેર (Anil Kapoor and Anupam Kher) શનિવારે (તારીખ 31 ડિસેમ્બર)ના રોજ હોસ્પિટલમાં ગયા અને ઋષભને મળ્યા અને ક્રિકેટની હેલ્થ અપડેટ આપી.
આ પણ વાંચો:રિષભ પંતના અકસ્માત બાદ ટ્રોલ થઈ ઉર્વશી, લોકોએ કરી આવી કમેન્ટ્સ
હોસ્પિટલમાં અનિલ-અનુપમ:ઋષભને જોવા હોસ્પિટલ પહોંચેલા અભિનેતા અનિલ કપૂરે કહ્યું કે, 'તે ખૂબ જ ઉત્સાહમાં છે. અમને જે ચિંતા હતી, તે હવે બિલકુલ નથી. અનુપમ ખેરે કહ્યું, 'અમને જેવી ખબર પડી કે, ઋષભ હોસ્પિટલમાં દાખલ છે, અમે તેમને મળવા અહીં આવ્યા છીએ. તેમની માતાને મળ્યા. હવે તેઓ પહેલેથી જ ઠીક છે. આખા દેશની પ્રાર્થના અમારા સ્ટાર ખેલાડી સાથે છે. તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તે ફાઇટર છે.'