હૈદરાબાદ: અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચન હંમેશા ચાહકોમાં એક ખાસ સ્થાન ધરાવે છે. પાંચ દાયકા પહેલા તેમની પ્રેમ કહાનીમાં એક નવો અધ્યાય શરૂ થયો હતો. તારીખ 3 જૂન 1973માં દિવસે અમિતાભ અને જયાએ મુંબઈમાં લગ્ન કર્યા હતા. આ સુંદર કપલના લગ્નના 50 વર્ષ થઈ ગયા છે. અમિતાભ અને જયા બચ્ચનના લગ્ન સંબંધિત સરપ્રદ પ્રસંગો જાણીને થશે આનંદ. જયા બચ્ચને એકવાર નવ્યા નવેલી નંદા પોડકાસ્ટ શોમાં અમિતાભ બચ્ચન સાથેના લગ્ન વિશે ખાસ સ્ટોરી શેર કરી હતી. તેણીએ એ પણ ઉલ્લેખ કર્યો કે, તેમના પિતા વહેલા લગ્ન કરવાના નિર્ણયથી ખુશ ન હતા.
જયા બચ્ચનનું નિવેદન: જયા બચ્ચને કહ્યું હતું કે, "મેં અમિતાભને કહ્યું, 'પણ તમારે મારા માતા-પિતા સાથે વાત કરવી પડશે. તેણે મારા પિતા સાથે ફોન પર વાત કરી. મારા પિતા આનાથી બહુ ખુશ ન હતા. તેઓ ક્યારેય ઇચ્છતા ન હતા કે, હું જલ્દી લગ્ન કરું. અમે ત્રણ બહેનો હતા.'' વધમાં આગળ જયા બચ્ચને કહ્યું કે, ''તમને આ દુનિયામાં માત્ર ભણવા, લગ્ન કરવા, સ્થાયી થવા અને બાળકો પેદા કરવા માટે નથી લાવી. હું ઈચ્છું છું કે મારી ત્રણ દીકરીઓ તેમના જીવનમાં કંઈક કરે."
અમિતાભ-જયાના લગ્ન: અમિતાભ બચ્ચને જયા બચ્ચનના પિતાને તેમની સાથે લગ્ન કરવા માટે મનાવવા માટે ઘણી મહેનત કરી હતી. એ જ ઈન્ટરવ્યુમાં જયા બચ્ચને કહ્યું કે, ''અમિતાભ બચ્ચને તેમના પિતાની વાત સાંભળી અને કહ્યું, 'કોઈ વાંધો નહીં, અમારે કોઈ મોટા લગ્ન નથી જોઈતા. મારા પિતા હજી જીવિત છે, હું ઈચ્છું છું કે તેઓ મારા લગ્નમાં આવે'.''
પિતા હરિવંશરાયની શરત: જયા બચ્ચને કહ્યું કે, ''એક તરફ જયા બચ્ચનના પિતા તેમના વહેલા લગ્ન કરવાના નિર્ણયથી નાખુશ હતા. તો બીજી તરફ તેમના પિતા હરિવંશરાય બચ્ચને લગ્ન પહેલા અમિતાભ બચ્ચન સમક્ષ એક શરત મૂકી હતી.'' વાસ્તવમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને નક્કી કર્યું હતું કે, જો 'જંજીર' ફિલ્મ હિટ થશે તો તેઓ લંડનના પ્રવાસે જશે. આ ફિલ્મ હિટ રહી હતી. પરંતુ લંડન જવાની તેમની યોજના લગભગ રદ થઈ ગઈ હતી.
ઉતાવળમાં કર્યા લગ્ન:જયા બચ્ચને કહ્યું કે, ''તે કલકત્તામાં એક બંગાળી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી. જ્યારે હરિવંશ રાય બચ્ચનને ખબર પડી કે, અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી તેમના લગ્ન પહેલા એકસાથે લંડન જઈ રહ્યા છે. તેમની શરત એવી હતી કે, અમિતાભ અને જયાએ લગ્ન કર્યા વિના બહાર ન જવું જોઈએ. અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથે ઉતાવળમાં લગ્ન કર્યા જેથી તેઓ જયા બચ્ચન સાથે લંડનની ટ્રિપ પર જઈ શકે.''