ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

'ડોન 3'માં જોવા મળશે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન!, જુઓ બિગ બીની પોસ્ટ - ડોન 3

અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન ફિલ્મ ડોન 3માં સાથે જોવા મળવાના (amitabh bachchan seen in Don 3) છે. બિગ બીએ સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ શેર કરી છે. જે આ વાતનો પુરાવો આપી રહી છે.

'ડોન 3'માં જોવા મળશે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન!, જુઓ બિગ બીની પોસ્ટ
'ડોન 3'માં જોવા મળશે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન!, જુઓ બિગ બીની પોસ્ટ

By

Published : Jun 21, 2022, 3:03 PM IST

હૈદરાબાદઃ'ડોનનો 11 દેશોની પોલીસ પીછો કરી રહી છે. પણ એકવાત સમજી લો, ડોનને પકડવો મુશ્કેલ નથી...અસંભવ છે' સદીના મહાનાયત અમિતાભ બચ્ચન સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ 'ડોન'ની આ સ્ટોરી (Story of the movie Don) છે. આજે પણ તેના ચાહકો ડાયલોગ્સ ભૂલતા નથી. જરા કલ્પના કરો કે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન એકસાથે એક જ સંવાદ બોલે ત્યારે કેવું લાગશે. ચોંકાવનારું નથી...હા...અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન ડોન 3માં (amitabh bachchan seen in Don 3) સાથે જોવા મળવાના છે.

આ પણ વાંચો:ટીવી એક્ટ્રેસ રશ્મિરેખા ઓઝાએ કરી આત્મહત્યા, તેના ઘરેથી મળી સુસાઈડ નોટ

મોટા પડદા પર ધમાલ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'ડોન-3' દ્વારા અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન ફરીથી મોટા પડદા પર ધમાલ મચાવવા જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આ સમાચારે ત્યારે વેગ પકડ્યો હતો જ્યારે તાજેતરમાં જ ફિલ્મ ડોનની રિલીઝ ડેટ પર અમિતાભે થિયેટરોની બહાર એડવાન્સ ટિકિટ લેતા દર્શકોની તસવીર શેર કરી હતી. તમને જણાવી દઈએ કે ફિલ્મ 'ડોન' 1978માં રિલીઝ થઈ હતી.

ડોન-3 બનાવવાની ચર્ચા:તે જ સમયે, શાહરૂખ ખાને વર્ષ 2006માં 'ડોન-1' અને વર્ષ 2011માં 'ડોન 2' બનાવી હતી. હવે શાહરૂખ ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર સાથે ફિલ્મ ડોન-3 બનાવવાની ચર્ચામાં છે.

રણવીર સિંહ પણ જોવા મળશે: મીડિયા અનુસાર, 'ડોન 3'ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સિક્વલની તૈયારી કરી રહી છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે સિનિયર ડોન (અમિતાભ) અને જુનિયર ડોન (શાહરૂખ) ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે. તે જ સમયે, આ ફિલ્મ સાથે રણવીર સિંહનું નામ પણ જોડાયેલું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં 'RRR' ફેમ એક્ટર રામચરણની એન્ટ્રી, જાણો શું હશે રોલ

શું શાહરુખે ના પાડી હતી: તમને જણાવી દઈએ કે, પહેલા એવા સમાચાર હતા કે વર્ષ 2019માં શાહરૂખ ખાને ફિલ્મ ડોન-3 માટે ના પાડી દીધી હતી. આ વાત વર્ષ 2019ની છે. કારણ કે તે દરમિયાન શાહરૂખ ખાન રાકેશ શર્માની બાયોપિકમાં કામ કરશે તેવી ચર્ચા હતી. હવે ચાહકો બેચેન છે કે શું બિગ બી અને બાદશાહ ફરી એકવાર 'ડોન' બનીને ચાહકોનું મનોરંજન પુરુ પાડશે કે નહીં.

ABOUT THE AUTHOR

...view details