હૈદરાબાદઃ સાઉથના સુપરસ્ટાર રામ ચરણ માટે આજે એટલે કે, તારીખ 14 જૂનનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે 'RRR' સ્ટાર્સ તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરે છે. રામ ચરણ તેની પત્ની ઉપાસના કામિનેની સાથે 11મી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. આ ખાસ અવસર પર સાઉથ સ્ટાર સહિત ઘણા ચાહકોએ આ સુંદર કપલને અભિનંદન પાઠવ્યા છે. અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડીએ એક ખાસ તસવીર શેર કરીને શુભેચ્છા પાઠવી છે. જેમાં રામ ચરણ અને ઉપસાના કામીનેની ખુબજ ખુશ જોવા મળે છે.
Wedding Anniversary: રામ ચરણના 11મી લગ્નની વર્ષગાંઠ, અલ્લુ અર્જુનની પત્નીએ શુભેચ્છા પઠાવી - અલ્લુ અર્જુનની પત્નિએ શુભેચ્છા પાઠવી
'RRR' સ્ટાર રામ ચરણ આજે 14 જૂને પત્ની ઉપાસના કામીનેની સાથે 11મી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. આ ખાસ અવસર પર અલ્લુ અર્જુનની પત્ની સહિત ઘણા સ્ટાર્સે કપલને અભિનંદન પાઠવ્યા છે. સ્નેહા રિડ્ડીએ રામ ચરણ અને કામીનેની સાથેની અદભૂત તસવીર શેર કરી છે.
લગ્ન વર્ષાગાંઠની શુભેચ્છા: અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડીએ સુંદર દંપતી રામ ચરણ-ઉપાસના કામીનેનીને તેમના લગ્નની વર્ષગાંઠ પર એક સુંદર તસવીર શેર કરીને અભિનંદન પાઠવ્યા છે. અલ્લુ અર્જુનની પત્નીએ શેર કરેલી તસવીર સાઉથ એક્ટ વરુણ કોનિડેલાના તાજેતરના લગ્નની છે. આ તસવીરમાં બંને કપલ ખુશ દેખાઈ રહ્યા છે. આ તસવીર શેર કરતા સ્નેહા રેડ્ડીએ લખ્યું, 'હેપ્પી વેડિંગ એનિવર્સરી.' આ તસવીરમાં રામ ચરણ સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ, ઉપાસના કામીનેની ઓલિવ કલરનો ડ્રેસ, સ્નેહા રેડ્ડી બ્લુ સાડી અને અલ્લુ અર્જુને ક્રીમ કલરનો એમ્બ્રોઇડરી કુર્તો પહેર્યો છે.
રામ ચરણના લગ્ન: રામ ચરણ અને ઉપાસના કામિનેની ખૂબ જ જલ્દી માતા-પિતા બનવાના છે. ઉપાસના કામીનેન પ્રેગ્નેન્ટ છે અને લગ્નના 11 વર્ષ બાદ તે પોતાના પહેલા બાળકને જન્મ આપશે. રામ ચરણ અને ઉપાસનાના લગ્ન વર્ષ 2012માં થયા હતા. હવે દંપતી તેમના પ્રથમ સંતાનને લઈને ઉત્સાહિત છે અને ઘરમાં ખુશીનો માહોલ છે. ઉપાસનાનો બે વખત બેબી શાવરનો પ્રોગ્રામ પણ થઈ ચૂક્યો છે.