હૈદરાબાદઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના (Bollywood couple Ranbir-Alia) ફેન્સ માટે સારા (Alia and Ranbir marriage Date confirmed) સમાચાર છે. કપલના લગ્નની તારીખ કન્ફર્મ થઈ (Ranbir And Alia marriage Date) ગઈ છે. આ પહેલા પણ આ કપલના લગ્નની ઘણી તારીખો સામે આવી ચુકી છે, પરંતુ હવે આલિયા ભટ્ટના કાકાએ આ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે અને લગ્નની કન્ફર્મ ડેટ જાહેર કરી છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ કપલ 17 એપ્રિલે લગ્ન કરશે, ત્યારપછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આલિયા-રણબીર 15મીએ ફેરા લેશે, પરંતુ આલિયાના કાકાએ બધું સાફ કરી દીધું છે.
આ પણ વાંચો:Oscars 2022: ઓસ્કાર થપ્પડ કાંડમાં વિલ સ્મિથને સજા, સમારોહમાં 10 વર્ષનો પ્રતિબંધ
14 એપ્રિલના રોજ લગ્ન:આલિયા ભટ્ટના કાકા રોબિન ભટ્ટે જણાવ્યું છે કે, આલિયા-રણબીર 15 કે 17 એપ્રિલે નહિં પણ તે 14 એપ્રિલના રોજ લગ્ન કરશે અને 13 એપ્રિલે તેમની મહેંદી સેરેમનીનો કાર્યક્રમ છે. રોબિને એ પણ જણાવ્યું કે, લગ્નનું ફંક્શન 4 દિવસ સુધી ચાલશે, લગ્ન પછી આરકે સ્ટુડિયોમાં સંબંધીઓ સાથે પાર્ટીનું આયોજન કરવામાં આવશે.
ફોન પર આમંત્રણ: જ્યારે રોબિનને આલિયા-રણબીરના લગ્નના સેલેબ્સ ગેસ્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેને આ વિશે કોઈ જાણકારી નથી, કારણ કે તે ગેસ્ટ કમિટિનો ભાગ નથી, ખુદ રોબિનને પણ લગ્નનું કાર્ડ મળ્યું નથી, તેમને હમણાં જ ફોન પર આમંત્રણ આપવામાં આવ્યું છે.
કોણ છે રોબિન ભટ્ટ?: ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટના સંબંધમાં રોબિન ભટ્ટ ભાઈ લાગે છે. રોબિન બોલિવૂડના પ્રખ્યાત લેખક પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્ન ચેમ્બુરના આરકે સ્ટુડિયોમાં થશે, આ સ્ટુડિયોમાં રણબીરના માતા-પિતાના લગ્ન થયા હતા અને આ લગ્ન પંજાબી રીતિ-રિવાજ (Ranbir Alias Punjabi Wedding) મુજબ થશે.
આ પણ વાંચો:Ranbir-Alia's Punjabi Wedding : 13મીથી મહેંદી સેરેમની થશે શરૂ, સ્વિટ્ઝરલેન્ડમાં મનાવશે હનીમૂન
આલિયા રણબીરના લગ્નમાં ગેસ્ટ: બોલિવૂડની બિગ વેડિંગમાં સગાંવહાલાંમાં કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર અને કપૂર પરિવાર સામેલ થશે, નજીકના મિત્રોમાં ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના ડિરેક્ટર અયાન મુખર્જી, કરણ જોહર, આકાંક્ષા રંજન અને બીજા ઘણા લોકો સામેલ થશે, તેમજ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના નામ બોલિવૂડ સેલેબ્સમાંથી ગેસ્ટ લિસ્ટમાં આવ્યા છે, પરંતુ તેની પુષ્ટિ થવાની બાકી છે.