ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Ranbir Kapoor Mumbai Airport: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મુંબઈ એરપોર્ટ પર થયા સ્પોટ, જુઓ વીડિયો - આલિયા ભટ્ટ અને રણબીર કપૂર

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન તેઓ પાપારાઝી માટે પોઝ આપતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો શેર થતા જ યુઝર્સો કપલની ઉદાસિનતા જોઈ કોમેન્ટ કરી રહ્યાં છે. તો ચાલો એક નજર કરીએ આ સુંદર કપલના વીડિયો પર.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મુંબઈ એરપોર્ટ પર થયા સ્પોટ, જુઓ વીડિયો
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મુંબઈ એરપોર્ટ પર થયા સ્પોટ, જુઓ વીડિયો

By

Published : Aug 20, 2023, 3:08 PM IST

મુંબઈ:આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સુંદર કપલમાંથી એક છે. જ્યારે પણ આ કપલ બહાર આવે છે, ત્યારે સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. તાજેતરમાં 'બ્રમ્હાસ્ત્ર' કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. આ બંને કેઝયુઅલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં. પાપારાઝીએ બોલિવુડના આ સુંદર કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આલિયા-રણબીરનો લુક: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટ અને રણબીરે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે તેમના કામમાંથી બ્રેક લીધો હતો. બંને શનિવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પરથી અજાણ્યા સ્થળે જવા માટે નિકળ્યા હતા. વીડિયોમાં રણબીર બ્લુ ટ્રેક સૂટમાં જોવા મળે છે. બીજી બાજુ આલિયાએ પણ બ્લુ જેકેટ પહેર્યું છે. તેમણે પોતાના જેકેડટને વ્હાઈટ ટોપ સાથે મેચિંગ ટ્રાઈઝર સ્નીકર્શ સાથે જોડી બનાવી હતી. આલિયાએ પોતાના વાળ પાછળ બાંધી રાખ્યા છે. આ દરમિયાન 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની અભિનેત્રી સાદા લુકમાં જોવા મળી હતી.

ચાહકોની પ્રતિક્રિયા: આ કપલનો વીડિયો સામે આવ્યા બાદ ચાહકો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આપવા લાગ્યા હતા. ચાહકોએ કપલના ઉદાસ ચહેરા પર કોમેન્ટ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે, 'રણબીર હંમેશા ઉદાસ કેમ દેખાય છે ?' ચિંતા વ્યક્ત કરતા અન્ય એક પ્રશંસકે લખ્યું છે કે, 'તેઓ બંને પરેશાન દેખાઈ રહ્યાં છે.' અન્ય યુઝરે લખ્યું છે કે, 'તે ખૂબ જ ઉદાસ લાગે છે. કંઈક તો ઘોટાડો છે.'

આલિયા-રણબીરનો વર્કફ્રન્ટ: આલિયા ભટ્ટ હાલમાં જ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં રણવીર સિંહ સાથે જોવા મળી હતી. તેમણે હાલમાં જ એક્શન ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનથી હોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. નેટફ્લિક્સ ઓરિજિનલમાં તે અભિનેતા ગેલ ગેડોટની સામે જોવા મળી હતી. આલિયા આગામી સમયમાં ફરહાન અખ્તરની 'જી લે જરા'માં કેટરિના કેફ સાથે જોવા મળશે. બીજી બાજુ રણબીર કપૂરની વાત કરીએ તો, તે આગામી એક્શન થ્રિલર ફિલ્મ 'એનિમલ'માં અનિલ કપૂર અને બોબી દેઓલ સાથે જોવા મળશે. આ ફિલ્મ તારીખ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

  1. Box Office Day 9: 'OMG 2' ફિલ્મે 100 કરોડના ક્લબમાં કર્યો પ્રવેશ, 'ગદર 2'નો જાદુ યથાવત
  2. Ghoomer: બોક્સ ઓફિસ પર ટકી રહેવા માટે અભિષેેક બચ્ચન સ્ટારર ફિલ્મ 'ઘૂમર'નો સંઘર્ષ
  3. Parineeti Chopra Wedding Date: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ આવી સામે, આ દિવસે યોજાશે ભવ્ય રિસેપ્શન

ABOUT THE AUTHOR

...view details