હૈદરાબાદ:બોલિવુડની ક્લાસિકલ ફિલ્મ 'બાવર્ચી', 'મીલી' અને 'કોશિશ'ની રિમેક બનવા માટે તૈયાર છે, જેની જાહેરાત બુધવારે કરવામાં આવી છે. આ વર્ષ 1970ની ફિલ્મ એન.સી.સિપ્પીના માર્ગદર્શન હેઠલ બનાવવમાં આવી હતી. વર્ષ 1961માં બનેલી ગુલઝાર દિગ્દર્શિત ફિલ્મ 'કોશિશ' છે.
કોશિશ ફિલ્મ વિશે: 'કોશિશ' ફિલ્મમાં જયા બચ્ચન અને સંજીવ કુમારે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ બહેરા મુંગા પર આધરિત હતી. જેમાં પ્રતિષ્ઠા મેળવવા અને જીવન જીવવા માટે અવરોધો સામે લડતા જોવા મળે છે. વેરાયટીના અહેવાલ અનુસાર, નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં કુમારને બેસ્ટ એક્ટર અને ગુલઝારને બેસ્ટ સ્ક્રિન પ્લેનો એવોર્ડ મળ્યો હતો.
બાવર્ચી ફિલ્મ વશે: હ્રુષિકેશ મુખર્જી દ્વારા નિર્દેશિત 'બાવર્ચી' ફિલ્મ એ તપન સિંહાની વર્ષ 1966માં બનેલી બંગાળી ભાષાની ફિલ્મ 'ગાલ્પો હોલિયો સત્તી'ની રિમેક હતી. 'બાવર્ચી' ફિલ્મમાં રાજેશ ખન્ના અને જયા બચ્ચન જોવા મળે છે. ફિલ્મમાં રાજેશ ખન્ના એક પરિવાર માટે સહાયકની ભૂમિકા ભજવે છે. તે એક એવા પરિવારમાં રસોયા તરીકે જાય છે, જે પરિવાર પ્રતિષ્ઠા ગુમાવી ચુક્યું છે. આ પરિવારની તે કાયાપલટ કરી નાંખે છે.
મિલી ફિલ્મ વિશે: મુખર્જીની 'મિલી' વર્ષ 1975માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને અભિનય કર્યો છે. આ ફિલ્મમાં એક છોકરી હોય છે એનોમિયાથી પિડાતી હોય છે. તેમના ખુશાલ વર્તનથી તે તેમના પોડોશમાં રહેતા શેખરનું જીવન પરિવર્તન કરે છે. તે બન્ને એકબીજાના પ્રેમમાં પડે છે. પરંતુ બીમારીના કારણે બન્ને અલગ થઈ જાય છે.
ફિલ્મની બનશે રિમેક: જાદુગર ફિલ્મ્સના અનુશ્રીત મહેતા અને અબીર સેનગુપ્તાએ જણાવ્યું છે કે, 'અમે અમારી 3 ફિલ્મને નવા રુપમાં બનાવવા જઈ રહ્યાં છે. જેમાં 'બાવર્ચી', 'કોશિસ' અને 'મિલી' સામેલ છે. ફિલ્મ બનાવવાની જાદુઈ સફરને આગળ ધપાવીને અમે ખુબજ ઉત્સાહિત છિએ. આ ફિલ્મ બનાવવા માટે અમે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. આ ફિલ્મ સુપ્રસિદ્ધ ગુલઝાર અને હ્રુષિકેશ દ્વારા બનાવવામાં આવી છે. જેમણે આવનારી પેઢી માટે ફિલ્મ નિર્માણના ધોરણો સ્થાપિત કર્યા છે.'
સમીર સિપ્પીનું નિવેદન: સમીર રાજ સિપ્પીએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે, 'મૂવીઝ એ ક્ષણને નિર્ધારિત કરવા માટે છે, જે લોકો સાથે શેર કરવા માટે રસપ્રદ છે. હવે સમય આવી ગયો છે કે, આપણે ક્લાસિક સ્ટોરીને નવા દૃષ્ટિકોણ સાથે બનાવી આજના પારદ્રશ્યમાં લાવીએ. આ હેતુથી 'બાવર્ચી', 'મિલી અને 'કોશિશ'ની ફરી મુલાકતા પાછળ.
- Box Office Collection: 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મની 13માં દિવસની કામાણીમાં વૃદ્ધિ, જાણો કેટલી કમાણી થઈ ?
- Mouni Roy: મૌની રોય એરપોર્ટ પર પાસપોર્ટ શોધી રહી હતી, ચાહકે કહ્યું 'નાગીન હો કીસકા ડર'
- Song Lili Lemdi Re: હિતુ નોડિયા મોના થિબાએ 'લીલી લીંબડી રે' સોંગ પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો