ગુજરાત

gujarat

ETV Bharat / elections

71 બેઠકો પર ચોથા તબક્કાનું મતદાન શરૂ, આ દિગ્ગજોનું ભાવિ થશે EVMમાં સીલ

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન આવતી કાલે થવાનું છે. જેમાં નવ રાજ્યની 71 સીટ પર મતદાન થવાનું છે. જેની માટે શનિવારે ચૂંટણી પ્રચાર પણ શાંત થઈ ગયો છે. આ તબક્કામાં અનેક નેતા અને અભિનેતાનું ભાવિ નક્કી થશે. આ તબક્કામાં કુલ 961 ઉમેદવારો મેદાનમાં છે.

By

Published : Apr 28, 2019, 5:53 PM IST

Updated : Apr 29, 2019, 7:42 AM IST

design

જેવો ચૂંટણી પ્રચાર શાંત થયો મહારાષ્ટ્રની 17 સીટ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની 13-13 સીટ, પશ્ચિમ બંગાળની 8 સીટ, મધ્યપ્રદેશની 6 સીટ, ઓડિશાની 6 સીટ, બિહારની 5 સીટ, ઝારખંડની 3 સીટ પર પ્રચાર અને સભાઓ પર રોક લાગી ગઈ છે. આ તમામ સીટ પર વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા નેતાઓ પ્રચાર કરી રહ્યા હતાં.

આવતી કાલે જે 71 સીટ પર મતદાન થવાનું છે તેમાંથી ભાજપ માટે અગ્નિ પરીક્ષા સમાન રહેશે કારણ કે અહીં આ 71 સીટમાંથી 56 સીટ પર ભાજપની જીત છે. એટલા માટે આ વખતે ભાજપ માટે શાખ અને પાંખ બંનેનો સવાલ છે.

અનેક દિગ્ગજો આ તબક્કામાં મેદાનમાં છે. જેમાં જોઈએ તો કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ, સલમાન ખુર્શીદ, બાબૂલ સુપ્રીયો, પ્રિયા દત, ઉર્મિલા માતોંડકર, રંજન ચૌધરી, કમલનાથ, મહેબૂબા મુફ્તી જેવા અને નેતાઓનું ભાવિ કાલે ઈવીએમમાં સીલ થઈ જશે.

મહારાષ્ટ્રમાં 17 સીટ પર મતદાન
મહારાષ્ટ્રના 17 સીટ પર 323 ઉમેદવાર છે. જ્યાં આવતી કાલે મતદાન થવાનું છે. અહીં કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સુભાષ ભામરે, કોંગ્રેસમાંથી ઉર્મિલા માતોંડકર(મુંબઈ ઉત્તર), પ્રિયા દત્ત(મુંબઈ ઉત્તર મધ્ય) અને મિલિંદ દેવડા(મુંબઈ દક્ષિણ) ઉપરાંત શરદ પવારના ભત્રીજા પાર્થ પવાર પણ મેદાનમાં છે.

ઓડિશામાં 6 સીટની સાથે સાથે આવતી કાલે 41 વિધાનસભા માટે પણ ચૂંટણી થશે.

મધ્યપ્રદેશમાં કમલનાથ પણ મેદાનમાં છે.છીંદવાડા વિધાનસભા સીટ પર મેદાનમાં છે કમલનાથ. જ્યારે તેમના દિકરા નકુલ નાથ લોકસભા ઉમેદવાર છે. મધ્યપ્રદેશની 6 સીટ પર આવતી કાલે મતદાન થશે.

બિહારમાં કનૈયા કુમાર પર સૌની નજર રહેશે. બિહારમાં પાંચ સીટ પર કાલે મતદાન થશે. જયાં ખાસ ચર્ચા તો બિહારના બેગૂસરાયની છે જ્યાં કનૈયા કુમારની ટક્કર ગિરિરાજ સિંહ સાથે થવાની છે. સાથે સાથે ગઠબંધન ઉમેદવાર તનવીર હસન પણ મેદાનમાં હશે.

કાશ્મીરમાં અનંતનાગમાં મહેબૂબા મુફ્તીનું પણ કાલે ભાવિ નક્કી થઈ જશે. અનંતનાગમાં 18 ઉમેદવાર મેદાનમાં છે.

રાજસ્થાનમાં પણ અશોક ગેહલોતના પુત્ર અને વસુંધરા રાજેના પુત્રનું ભાવિ નક્કી થવાનું છે. અહીં 13 સીટ પર મતદાન થશે. જેમાં સૌથી વધું જોધપુર અને ઝાલાવાડ ચર્ચામાં છે જ્યાં આ બંને નેતાઓના પુત્ર મેદાનમાં છે.

Last Updated : Apr 29, 2019, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details