તમામ મતદારો લોકશાહીના પર્વમાં જોડાઇ મતદાન પ્રત્યે જાગૃતા કેળવીને 23 એપ્રિલના રોજ અવશ્ય મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.બારડે અનુરોધ કર્યો હતો. મહિસાગર સાયન્સ, બી.એડ, એમ.એડ અને બી.સીએ કોલેજ લુણાવાડા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.બારડની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
લુણાવાડા કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો - lok sabha
મહિસાગરઃ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી તારીખ 23/4/2019ના યોજાવાની છે. તેમજ લોકસભાની સામાન્ય ચૂંટણી ન્યાયી, મુક્તપણે, તટસ્થ અને નિર્ભય પણે યોજાઇ તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન તારીખ 23 એપ્રિલે થવાનું છે ત્યારે જિલ્લાના યુવાનો, મહિલાઓ, વૃદ્ધો અને પુરૂષ મતદારો મતદાન પ્રત્યે જાગૃતતા કેળવાય તે માટે સ્વીપ અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યાં છે.
આ સાથે જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે તમામ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.બારડે માર્ગદર્શન આપ્યું હતું અને લોકશાહીની મજબૂતી માટે તમામ મતદારોનો મત અમૂલ્ય હોવાથી મતદાન કરવું એ આપણી ફરજ છે. વધુમાં કોલેજના વિદ્યાર્થીઓ પણ લોકશાહીના પર્વમાં જોડાઈ મતદાન કરવા અનુરોધ કર્યો હતો તેમજ અન્ય મતદારોને મતદાન વિશે સંદેશો આપવા જાણકારી આપી હતી.