ગુજરાત

gujarat

ETV Bharat / elections

કચ્છમાં દિવ્યાંગ મતદારોને લાવવા-મુકવાની કરાશે વ્યવસ્થાઃ ચૂંટણી પંચ

કચ્છઃ ચૂંટણી પંચના એકસેસિબલ ઓબ્ઝર્વર તથા સેટલમેન્ટ કમિશનર અને ઓફ લેન્ડ રેકર્ડ ગાંધીનગરના ડાયરેકટર એમ.જાદવે કચ્છ જિલ્લાકક્ષાની મુલાકાત લઈ દિવ્યાંગ મતદારોને મતદાન માટે સુગમ્ય વાતાવરણ પુરૂ પાડવું જોઇએ તેવું સૂચન કર્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Apr 14, 2019, 12:00 AM IST

એકસેસિબલ ઓબ્ઝર્વર આર.એમ.જાદવે કચ્છના ચૂંટણી તંત્ર સાથેની બેઠકમાં દિવ્યાંગ મતદારો માટે તંત્ર દ્વારા કરાયેલી વિવિધ સુવિધા અને સંસ્થાઓની ભૂમિકા બાબતે જાત માહિતી મેળવી હતી. તેમણે જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવાયેલી વ્યવસ્થાની સાથે સંસ્થાઓ ખાસ ભૂમિકા ભજવે તેવો નિર્દેશ આપી દિવ્યાંગોને તા.૨૩ એપ્રિલે મતદાનના દિવસે ચૂંટણીમાં મતદાન કરવામાં કોઇ મુશ્કેલી ન પડે તેવું સુગમ્ય વાતાવરણ પૂરૂ પાડવા માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દિવ્યાંગ લોકોને સુગમ્ય વાતાવરણનો સંદેશ આપવા સાથે તેઓને લાવવા-લઇ જવા માટે વાહન-વ્હીલચેર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. તેમણે જણાવ્યું કે, મોબાઇલ નંબર 9978405994 ઉપર દિવ્યાંગ મતદારો તેમનો સંપર્ક સાધી શકે છે, તથા દિવ્યાંગોને કોઇપણ પ્રકારની સહાયતા માટે હેલ્પ લાઇન નંબર-1950 ઉપર તેમજ સમાજ સુરક્ષા અધિકારી એ.પી.રોહડીયાના મોબાઇલ નંબર 9428003727 ઉપર તેમનો સંપર્ક સાધવા પણ અપીલ કરી હતી.

કચ્છ ચૂંટણીમાં કરેલા પ્રયાસો જેમાં દિવ્યાંગજને સાથે કાર્ય કરતી સંસ્થાઓની ભાગીદારી, સમયાંતરે કામગીરીની સમીક્ષા બેઠક અને વિડીયો કોન્ફરન્સ સહિતના પાસાઓની છણાવટ કરી હતી. દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર સહિત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોને દિવ્યાંગ સહાયક તરીકે મૂકાયાની સાથે તાલુકા હેલ્થ કેન્દ્રોના વાહનો અને સહાયકો પૂરા પાડવા સહિત જે તે મતદાર વિભાગવાર પ્રાંત અધિકારી અને મામલતદારના સંકલનમાં રહી વ્યવસ્થા પૂરી પડાશે તેવી જાણકારી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details