વલસાડ જિલ્લામાં સવારથી જ તમામ મતદાન મથકો પર મતદારોનો ધસારો જોવા મળ્યો હતો. મતદાન મથક ખાતે કતારોમાં ઉભા રહેલા મતદારોએ અદમ્ય ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે, વાપી નજીક ચલા વિસ્તારમાં રહેતા વરરાજાએ પણ લગ્નની પીઠી ચોડેલી હાલતમાં મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. આ પ્રસંગે વરરાજાના પરિવારે જણાવ્યું હતું કે, લગ્નની પ્રાયોરિટીથી વોટ કરવું મહત્વ છે. ગમે તેવું કામ હોય પરંતુ વોટ જરૂર કરવો જોઈએ અને એ ધ્યાને રાખી અમે અમારા પુરા પરિવાર સાથે લગ્નની વિધિ પહેલા મતદાન કરવા આવ્યા છીએ અને દરેક વ્યક્તિને અપીલ કરીએ છીએ કે મતદાન એ આપણો અધિકાર છે એટલે મતદાન કરો.
વાપીમાં વરરાજાએ લગ્નગ્રંથીથી જોડાતા પહેલા કર્યુ મતદાન - gujarat
વાપીઃ મંગળવારની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને મતદારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહેલા મતદારોએ મતદાન કર્યા હતા. તો આ મતદાનના મહાપર્વ નિમિત્તે વાપીના ચલા વિસ્તારમાં રહેતા વરરાજાએ પણ લગ્ન પહેલા મતનું મહત્વ સમજી મતદાન કર્યું હતું.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, ચલા વિસ્તારમાં ૧૩ જેટલા બૂથ આવેલા છે. અને ૧૪ હજાર જેટલા મતદારો આ વિસ્તારના છે. જે તમામ મતદારોએ વહેલી સવારથી જ મતદાન મથક પર કતારમાં ઉભા રહી પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. આ મતદાન મહાપર્વમાં નગરપાલિકાના માજી પ્રમુખે પણ મતદાન કર્યું હતું. તો, તે સાથે જ અન્ય નાગરિકો તેમજ NRI મતદારો પણ મતદાન મહાપર્વમાં ઉત્સાહભેર જોડાયા હતા.