ગુજરાત

gujarat

ETV Bharat / elections

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના રાજીનામા સામે ઠાકોર સમાજની પ્રતિક્રિયા

બનાસકાંઠા: ગુજરાત ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત કરી ત્યારે બનાસકાંઠા જિલ્લામાં રાજીનામાને લઈ ઠાકોર સમાજે પ્રતિક્રિયા આપી છે.

અલ્પેશ ઠાકોરના રાજીનામા સામે ઠાકોર સમાજની પ્રતિક્રિયા

By

Published : Apr 10, 2019, 1:19 PM IST

ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે અને તેઓ કોંગ્રેસથી છેડો ફાડી રાજીનામું આપી રહ્યા છે. ત્યારે તેમને સૌથી વધુ નજીક અને અંગત ગણાતા ગનીબેન ઠાકોરે આ મામલે તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ઠાકોર સેના માટે ખુબ જ કામ કર્યું છે અને જે કોઈ નારાજગી હોય તો તે અંગે તેઓ જાણતા નથી.

અલ્પેશ ઠાકોરના રાજીનામા સામે ઠાકોર સમાજની પ્રતિક્રિયા

તેમજ રાજીનામાં અંગે પણ અલ્પેશ ઠાકોરને તેના વિરોધીઓ દ્વારા બદનામ કરતા હોવાના આક્ષેપ કર્યો હતો. તો સાથે જ કોંગ્રેસે ઠાકોર સેના સાથે કોઈ જ અન્યાય કર્યો નથી અને અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં પણ ઠાકોર સેનાને અનુકુળતા મુજબ સીટો આપી હતી આ સિવાય જો અલ્પેશ રાજીનામું આપે તો પણ, ઠાકોર સમાજ કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલો છે અને રહેશે.


છેલ્લા ઘણા સમયથી નારાજ અલ્પેશ ઠાકોર હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં ઠાકોર સેનામાંથી લોકસભાની ચૂંટણી લડી રહેલા સ્વરુપ ઠાકોર આ વાતને સમર્થન આપી છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા ઠાકોર સેનાની અવગણના થતી હોવાના આક્ષેપો કર્યા હતા.બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા ઠાકોર સેનાનું પ્રભુત્વ સૌથી વધારે બનાસકાંઠા પર છે, અહીં સાડા ચાર લાખ કરતા સૌથી વધુ મતદારો બનાસકાંઠામાં છે.

જિલ્લા પંચાયત પ્રમુખ ઠાકોર સમાજના છે, જ્યારે લોકસભાની ટિકીટની માંગ ના સ્વીકારતા ઠાકોર સેના નારાજ થઈ હતી, જ્યારે બનાસકાંઠામાં સેન્સ લેવાની પ્રક્રિયામાં પણ ઠાકોર સેનાની અવગણના કરાઈ હોવાનું જણાવી હવે આગામી સમયમાં અલ્પેશ ઠાકોર જે નિર્ણય લેશે તેમાં ઠાકોર સેના તેની સાથે રહેશે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details