પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામે મંદિર આજે વિકાસની પ્રચાર સભા યોજાઇ હતી. જેમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાનાર દલવાડા ગામના સરપંચ વિક્રમસિંહ પગીએ તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઘોડા ઉપર બેસાડીને ડી.જે.ના તાલે સભા સ્થળે પહોંચ્યા હતા.
શહેરા તાલુકા પંચાયત મહિલા સભ્ય કોંગ્રેસમાં જોડાયા - taluka panchayat
પંચમહાલ: જિલ્લામાં કોંગ્રેસમાં જોર શોરથી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે આજે દલવાડામાં યોજાયેલી પ્રચાર સભામાં શહેરા તાલુકા પંચાયતના મહિલા સભ્ય વિલાસ પગી ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર વી. કે. ખાંટે તેમને ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.
સ્પોટ ફોટો
શહેરા તાલુકા પંચાયતના મહિલા સભ્ય સહિત 10થી વધુ કાર્યકરો ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા. મહિલા ઉમેદવારોને કોંગ્રેસનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર વી. કે.ખાંટ ઉમેદવારીપત્ર ભરવા જતા પહેલા શહેરા તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને દલવાડા ગામના સરપંચ વિક્રમ પગી સહિતના અન્ય કાર્યકરો ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા.