બનાસકાંઠામાં ભાજપે ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુક્યુ
બનાસકાંઠાઃ જિલ્લાનો દાંતા તાલુકો જે મહત્તમ આદિવાસી વિસ્તાર છે ને આદિવાસી વિસ્તાર હંમેશા માટે કોંગ્રેસનો ગઢ રહ્યો છે ત્યારે હવે આ જિલ્લામાં આદિવાસીઓના મત મેળવવા માટે ભાજપે યથાગ પ્રયત્ન હાથ ધર્યા છે જેને લઇને સોમવારે યાત્રાધામ અંબાજી ખાતે ભાજપાની મધ્યસ્થી ચૂંટણી કાર્યાલયને ખુલ્લી મૂકવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પોટ ફોટો
આ કાર્યાલયને દાંતા પ્રભારી અને ગોપાલક બોર્ડના પૂર્વ ચેરમેન સંજય દેસાઈએ ખુલ્લુ મૂક્યું હતું અને આદિવાસી વિસ્તારમાં પહોંચીને તેમના મતો મેળવવા અને 100 ટકા મતદાન થાય તે માટે પ્રયત્ન કરવા અપીલ કરી હતી. કાર્યક્રમ બાદ સંજય દેસાઇએ જણાવ્યું હતું કે, આ ચૂંટણી આંતકવાદ વિરોધી છે પુલવામાં એટેક મામલે પુરાવા માંગનારા છે તેમના સામેની ચૂંટણી છે પાકિસ્તાન સામેની ચૂંટણી છે તેના માટે નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવા માટે હાકલ કરી હતી.