ગુજરાત

gujarat

By

Published : May 18, 2019, 8:32 PM IST

ETV Bharat / elections

કેજરીવાલના નિવેદન પર શીલા દીક્ષિતનો પલટવાર, કહ્યું "ખબર નહીં તેઓ શું કહેવા માંગે છે"

નવી દિલ્હી: લોકસભા 2019ની ચૂંટણીનું પરિણામ 23 મેના રોજ આવશે. પરંતુ, તે પહેલા જ કઇ સીટ પર કોણ જીતશે તેની ધારણાઓ કરવાનું શરુ થઇ ગયું છે. CM કેજરીવાલે દાવો કર્યો છે કે, ચૂંટણીના અમુક સમય પહેલા જ માહોલ બદલાઇ ગયો અને મુસ્લિમ વોટર્સ કોંગ્રેસ તરફ ઢળી ગયા હતા.

statment

મુસ્લિમ સમુદાયના વોટર્સને લઇને કેજરીવાલના નિવેદન પર દિલ્હી કોંગ્રેસ કમિટીની અધ્યક્ષ શીલા દિક્ષીતે પલટવાર કર્યો છે, તેમણે કહ્યું કે, " ખબર નહી તેઓ શું કહેવા માંગે છે? નાગરિકોને કોઇ પણ પક્ષમાં વોટ આપવાનો હક છે. પૂર્વ CM શીલા દીક્ષિતે કહ્યું કે, દિલ્હીના લોકો અરવિંદ કેજરીવાલના ગવર્નેસ મોડલને સમજી નથી શકતા અને પસંદ પણ નથી કરી રહ્યા"

કેજરીવાલના નિવેદન પર શીલા દીક્ષિતનો પલટવાર

કેજરીવાલે શું કહ્યું?

કેજરીવાલે કહ્યું, "મતદાનના 48 કલાક પહેલા એવું લાગી રહ્યું હતું કે AAP 7 સીટ પર જીત હાંસલ કરશે, પરંતુ છેલ્લે મુસ્લિમ મતદાતાઓ કોંગ્રેસ તરફ શિફ્ટ થઇ ગયા. વધુમાં તેમણે ઉમેર્યુ કે, અમે જાણવાની કોશિશ કરી રહ્યા છે કે હકીકતમાં શું થયું હતું."

ABOUT THE AUTHOR

...view details