આજે સવારથી જ તેલંગણાના મુખ્યપ્રધાન ચંન્દ્રશેખર રાવ અને DMK અધ્યક્ષ એમ. કે. સ્ટાલીનની બેઠક થશે તેવી વાત વહેતી થઈ હતી. KCRનો NDA તરફ ઝુકાવ હોવા છતાં તેઓ પહેલાથી 'ફેડરલ ફ્રંટ' બનાવવાના પક્ષમાં રહ્યા છે. જેથી છેલ્લા ઘણા સમયથી KCR ત્રીજા મોરચાની રચના કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે આ માટે કેરળના મુખ્યપ્રધાન પિનરઈ વિજયનનાં નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આજની સ્ટાલીન સાથેની મુલાકાત પાછળ પણ ગઠબંધનને આકાર આપવાનો ઈરાદો હોય શકે છે.
દેશમાં ત્રીજો મોરચો લઈ શકે છે આકાર, મહત્વના બે રાજકીય નેતાઓની મુલાકાતથી હલચલ - chandrashekhar rao
નવી દિલ્હીઃ દેશના રાજકારણને પ્રભાવિત કરનારા સમાચાર દક્ષિણ ભારતથી આવ્યા છે. તેલંગણાના મુખ્યપ્રધાન અને DMK અધ્યક્ષ વચ્ચે મુલાકાત થશે તેવી અટકળો ઘણા વખતથી ચાલી રહી હતી. આ ચર્ચાઓ પર આજે પૂર્ણવિરામ મુકાયો છે. આ મુલાકાતની સાથે જ દક્ષિણના રાજકારણમાં મોટો વળાંક આવી શકે છે. કારણ કે, રાવ અને સ્ટાલીનની મુલાકાતથી ત્રીજા મોરચાની સંભાવના વધી ગઈ છે.
દેશમાં ત્રીજો મોરચો લઈ શકે છે આકાર, મહત્વના બે રાજકીય નેતાઓની મુલાકાતથી હલચલ
મહત્વની વાત છે કે, લોકસભાની ચુંટણીનાં પરિણામોમાં જો NDA અથવા UPA બહુમતી ના મેળવે તો ત્રીજો મોરચો ઉભો થઈ શકે છે. આવા સંજોગોમાં KCR, YSR અને પટનાયક ભારતના વડાપ્રધાન કોણ હશે તે નક્કી કરશે. હાલમાં તો આ રાવ અને સ્ટાલીનની મુલાકાતથી દેશનાં રાજકારણમાં હલચલ ઉભી થઈ છે.