કુમારાસ્વામીએ લખ્યું હતું કે, 20 એપ્રિલે જેડીએસના સાત કાર્યકરો કોલંબો ગયા હતાં. પણ તેઓ હજુ સુધી ગાયબ છે. શ્રીલંકામાં રહેલા ભારતીય દૂતાવાસે બે કાર્યકરોના મોતની ખરાઈ કરી છે. હજુ પણ પાંચ કાર્યકરોની શોધખોળ ચાલું છે.
શ્રીલંકા ગયેલા JDSના 7 કાર્યકર્તા ગાયબ, બ્લાસ્ટમાં 2 કાર્યકર્તાના મોતની ખરાઈ થઈ - kumaraswami
ન્યૂઝ ડેસ્ક: શ્રીલંકામાં થયેલી આતંકી હુમલાને કારણે લોકોમાં હજુ પણ ફફડાટ છે. જ્યાં મરનારા લોકોની સંખ્યાનો આંકડો વધતો જ જાય છે. આ હુમલામાં ઘણાં ભારતીયો પણ ફસાયેલા હોવાનું બહાર આવ્યું છે. કર્ણાટકના મુખ્યપ્રધાન એચ.ડી કુમારાસ્વામીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, જનતા દળ સેક્યુલરના 7 કાર્યકરો કોલંબોમાં ફસાયેલા છે જેમાં 2 કાર્યકરોના મોત થઈ ગયા છે. આ અંગે કુમારાસ્વામીએ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે પણ વાત કરી છે.
ians
તેમણે કહ્યું હતું કે, સુષ્મા સ્વરાજે કેજી હનુમાનથરપ્પા, એમ રંગપ્પાના મોતની ખરાઈ કરી દીધી છે. કુમારાસ્વામીએ કહ્યું હતું કે, તેઓ આ બંને કાર્યકર્તાઓને વ્યકિતગત રીતે જાણતા હતા. આ સાતેય કાર્યકરો ચૂંટણી પત્યા બાદ રજા માણવા માટે શ્રીલંકા ગયા હતા.
Last Updated : Apr 22, 2019, 5:41 PM IST