ગુજરાત

gujarat

ETV Bharat / crime

એપથી લોન લેવી યુવાનને ભારે પડી,ભરવું પડ્યું અંતિમ પગલું - Photo Morphing

કોઈ એપ્લિકેશન પરથી લોન (Load Application) લેતા પહેલા વિચારજો, આંધપ્રદેશના રાજમહેન્દ્રવરમમાંથી એક એવો મામલો સામે આવ્યો છે કે, એલર્ટ આપી જાય છે. જેમાં એક વ્યક્તિએ એપ્લિકેશન પરથી લોન લઈને એપ્લિકેશન સંચાલકોએ માનસિક (Pressure for money ) ત્રાસ દેવાનું શરૂ કરી દીધું હતું.

એપ્લિકેશનથી લોન વસુલ કરવાના મામલે સંચાલકે યુવકના ફોટો મોર્ફ કર્યા,પછી થયું આવું
એપ્લિકેશનથી લોન વસુલ કરવાના મામલે સંચાલકે યુવકના ફોટો મોર્ફ કર્યા,પછી થયું આવું

By

Published : Jun 28, 2022, 8:19 PM IST

Updated : Jun 28, 2022, 9:55 PM IST

રાજમહેન્દ્રવરમઃ એક યુવક તેના અભ્યાસ માટે લોન એપ (Loan Application) પરથી લોન લીધી હતી. જો કે, એપ સંચાલકોએ તેના પર દબાણ (Pressure For Money) કરીને પૈસા પાછા આપવા માટે ત્રાસ દેવાનો શરૂ કર્યો હતો. પછી મોર્ફિંગ (Photo Morphing) કરીને એનો ચહેરો કોઈ નગ્ન વ્યક્તિ પર મૂકીને ફોટો બીજા નંબર પર વોટ્સએપ (Social Media viral) કર્યો હતો. આવું કરવાના કારણે યુવાન છેલ્લા કેટલાક દિવસોથી તણાવમાં હતો. પછી તેમણે આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચોઃ માસૂમ પર નરાધમોએ ગુજાર્યો દુષ્કર્મ, પરિવારને આવી રીતે પડી ખબર

કોણ છેઃ આ પણ વાંચોઃ પોલીસ અને પીડિતના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના કડિયમ મંડલના કોના સતીશ (ઉ.વ.28)એ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તે એક નિર્દોષ અને મૃદુભાષી વ્યક્તિ છે. તેના પિતા ફ્લોરિસ્ટ છે અને તેની માતા ગૃહિણી છે. તેણે પોતાનો સેલ ફોન જોયો અને તેના વધુ અભ્યાસ માટે લોન એપમાંથી લોન લીધી. એપના સંચાલકોએ તેના પર પૈસા પાછા આપવા માટે ઘણું દબાણ કર્યું હતું. પછી સતીશના ફોટો મોર્ફ કરીને અન્ય લોકોને વોટ્સએપ નંબર પર મોકલવામાં આવ્યો હતો. એ જાણીને સતીશ ખૂબ જ હતાશ થઈ ગયો.

ફિલ્મ જોવાનું કહી નીકળ્યોઃ તે આ મહિનાની 24મી તારીખે ફિલ્મ જોવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. તે રાત્રે ભીમાવરમ નજીક ટ્રેનમાંથી પડીને આત્મહત્યા કરી હતી. આ બાબત બીજા દિવસે પરિવારના ધ્યાને આવી હતી. બીજી તરફ, સતીશના પરિવારના સભ્યોને આ મહિનાની 26 તારીખથી સેલ ફોન પર મેસેજ આવી રહ્યા છે જેમાં તેમને દેવું ચૂકવવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ નફીસા આત્મહત્યા કેસ: પોલીસે આરોપીને ઝડપી પાડ્યો, થયા મોટા ખુલાસા

ફોટો મોર્ફ કર્યાઃ સતીશના મોર્ફિંગ ન્યુડ ફોટો પણ મોકલવામાં આવી રહ્યો છે. જો દેવું નહીં ચૂકવાય તો પરિવારના સભ્યોના ફોટા બધાને મોકલી દેવાની ધમકી પણ આપી રહ્યા છે. પીડિત પરિવારે કડિયમ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં પોલીસે કહ્યું કે, આ અંગે તપાસ કરવામાં આવશે.

Last Updated : Jun 28, 2022, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details