જયપુરજયપુરના રાયસેન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રજાનો નિર્દય ચહેરો જોવા મળ્યો હતો. અહીં પરણિત મહિલાને પેટ્રોલ છાંટીને (Insult the modesty of any woman) સળગાવી દેવામાં આવી પરંતુ લોકો મૂક દર્શક બનીને જોતા જ રહ્યા. અડધો ડઝનથી વધારે લોકો પર પેટ્રોલ છાંટીને મહિલાને જીવતી સળગાવવાનો આરોપ છે. આવું કરવાનો આરોપ પાડોશીઓ પર લગાવવામાં આવ્યો છે. મરતા પહેલા મહિલાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમણે ત્યાં થતી છેડતીનો (Domestic Violence IPC 498A) વિરોધ કર્યો હતો. મૃતકના પરિજનોએ જણાવ્યું કે તારીખ 10 ઓગસ્ટના રોજ મહિલા (IPC354) સવારે શાળામાં ભણાવવા જઈ રહી હતી. એ સમયે આ ઘટના બની.
આ પણ વાંચો સ્કૂલ બસ પર કરાયો હુમલો, જાણો સમગ્ર ઘટના વિશે
મહિલા પર પેટ્રોલ છાંટ્યું આ દરમિયાન રસ્તામાં કેટલાક લોકોએ મહિલા પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. આરોપીઓથી બચવા માટે મહિલા પાડોશીઓના ઘરમાં છુપાઈ ગઈ હતી. આ દરમિયાન બદમાશોએ મહિલાને બહાર નહીં કાઢવામાં આવે તો ઘરમાં છુપાયેલા લોકોને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આગમાં દાઝી ગયેલી મહિલાને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.