ગુજરાત

gujarat

વસ્ત્રાલમાં એક યુવતીનો બંદૂક ફાયરિંગ કરતો વિડીયો થયો વાયરલ પોલાસે કરી ધરપરકડ

By

Published : Oct 29, 2022, 10:51 PM IST

અમદાવાદના વસ્ત્રાલના રામોલ વિસ્તારમાં એક યુવતીએ રિવોલ્વરથી ફાયરિંગ (Vastral Young Girl Firing a Gun Video viral) કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (Vastral Young Girl Firing a Gun Video viral ) થયો હતો. તેણે વિડીયોમાં એવું લખ્યું હતું કે, થેન્ક્યુ પાપા ફોર ધીસ, ઈટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ, છોરી સે પંગા ના લેગા કોઈ. પોલીસે રામોલ પાસે રહેતી દિપાલી ચંદેલ અને તેના પિતા નરેશ ચંદેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાલમાં એક યુવતીનો બંદૂક ફાયરિંગ કરતો વિડીયો થયો વાયરલ પોલાસે કરી ધરપરકડ
વસ્ત્રાલમાં એક યુવતીનો બંદૂક ફાયરિંગ કરતો વિડીયો થયો વાયરલ પોલાસે કરી ધરપરકડ

અમદાવાદયુવાનો તથા યુવતીઓ સોશિયલ મીડિયામાં ફેમસ (Famous in social media) થવા માટે કંઈ પણ કરતાં હોય છે. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં રિલ્સ બનાવવા માટે ગાંડા થયેલા યુવાઓ ખરેખર ભાન ભુલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં એક યુવતીએ તેના પિતાની રિવોલ્વરથી ફાયરિંગ(Revolver firing in Ahmedabad Vastral) કર્યું હતું. તેનો ફાયરિંગ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (Social Media Video Viral) થયો હતો. તેણે વિડીયોમાં એવું લખ્યું હતું કે, થેન્ક્યુ પાપા ફોર ધીસ, ઈટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ, છોરી સે પંગા ના લેગા કોઈ. વિડીયો વાયરલથયા બાદ પોલીસે રામોલ પાસે રહેતી દિપાલી ચંદેલ અને તેના પિતા નરેશ ચંદેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં એક યુવતીએ તેના પિતાની રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું

પુત્રીએ પિતાની રિવોલ્વરથી ફાયર કર્યુંપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રામોલ વિસ્તારમાં ફાયરિંગ (Firing in Ramol area) કરનારી યુવતીને શોધવા માટે પોલીસે અલગ અલગ ચાર ટીમો બનાવી હતી. આ યુવતીની તપાસ દરમિયાન એક ખાનગી બાતમી પોલીસને મળેલી કે વિડીયોમાં ફાયરિંગ કરતી મહિલા દીપાલી નિર્દેશ ચંદેલ હતી. જેથી પોલીસની ટીમે આ સ્થળે જઈને તપાસ કરતા દીપાલી ચંદેલ ત્યાં હાજર મળી આવી હતી. યુવતીની પૂછપરછ કરીને વિડીયો બતાવતા તે વિડીયો યુવતીએ પોતાનો હોવાનું જણાવ્યું હતું.

રિવોલ્વર લઈ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું યુવતીએ વિડીયોમાં હાથમાં રિવોલ્વર લઈ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હથિયાર બાબતે પૂછતાં તે તેના પિતા નરેશ ભાઈનું હતું. 24મીએ દિવાળીની રાત્રે પોણા દસેક વાગ્યાના અરસામાં તેના ઘરની સામે ખુલ્લી જગ્યામાં મનોરંજન માટે પોતે પોતાના પિતા નરેશ ચંદેલ પાસેથી ઉપરોક્ત રિવોલ્વર લઈ એક રાઉન્ડ ફાયર કર્યું હોવાનું જણાવતા તેઓની પાસે કોઈ લાયસન્સ છે કે કેમ જે બાબતે પૂછતાં પોતાની પાસે કોઈ લાયસન્સ હતું નહીં.

પિતા પાસે રિવોલ્વર માટેનું કોઈ લાયસન્સ ન હતું પિતા પાસે રિવોલ્વર માટેનું કોઈ લાયસન્સ હતું નહીં. પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વિડીયોમાં દેખાતી યુવતી દિપાલીના પિતા પાસે રિવોલ્વર માટેનું કોઈ લાયસન્સ હતું નહીં. જેને લઇને પોલીસે બંન્ને વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરી છે. આ વીડિયો શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી યુવતીએ બનાવ્યો હતો. જો કે તે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી કરી છે

ABOUT THE AUTHOR

...view details