મોરબી : મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં ખેતીકામ કરતા વૃદ્ધની હત્યાના (Murder Case In Morbi) સમાચાર સામે આવી રહ્યા છે. આ વૃદ્ધ પોતાની વાડીએ સાંજના સમયે હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ હત્યાને અંજામ આપ્યો હતો. આ ઘટના અંગે મૃતક વૃદ્ધના પુત્રે મોરબી તાલુકા પોલીસમાં (Morbi Taluka Police) ફરિયાદ નોંધાવી છે.
નગ્ન હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો
મોરબીના ઘૂટું ગામના રહેવાસી ધરમશી પરેચા નામના વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. આ વૃદ્ધ પોતાની વાડીએ ખેતીકામ કરતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ હત્યાને અંજામ આપ્યો હતો. વૃદ્ધનો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે દોડી વધુ તપાસ (Crime Case In Morbi) હાથ ધરી હતી.
મૃતકના પુત્રે મોરબી તાલુકા પોલીસમાં શકદાર સામે ફરિયાદ નોંધાવી
મૃતકના પુત્ર અશોક પરેચાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, બાપુજી 23મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે વાડીએ હતા. ત્યારે કોઈ અજાણ્યા માણસે બાપુજીના મફલરથી ગળેટુપો દીધો હતો. મૃતકના પુત્રને મુન્ના મેરના નામના શખ્સ પર શંકા હોવાનું પણ જણાવ્યું હતું. સમગ્ર ઘટના મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.