ગુજરાત

gujarat

ETV Bharat / crime

100 ટકા ડ્યૂટી ન ભરવા સિગારેટનું સ્મગલિંગ, સુરતથી ઝડપાયો 40 લાખની સિગારેટનો જથ્થો - Cigarette smuggling

સુરતમાં રેલ્વે પાર્સલમાંથી આશરે રૂપિયા 40 લાખની કિંમતની સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં (Surat DRI seized 40 lakh worth of cigarettes) આવ્યો હતો. જેમાંથી સ્મગલિંગથી લવાયેલી કુલ 1.96 લાખ નંગથી વધુ પ્રતિબંધિત સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. (more than 1.96 lakh pieces of banned cigarettes seized) કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ માલની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર વર્ષ દરમિયાન ડીઆરઆઇએ ચાર કરોડની આ પ્રકારની સિગારેટ ઝડપી છે હવે તેની પર પાણી નાંખીને તેનો નાશ કરી દેવામાં આવશે.

100 ટકા ડ્યૂટી ન ભરવા સિગારેટનું સ્મગલિંગ
100 ટકા ડ્યૂટી ન ભરવા સિગારેટનું સ્મગલિંગ

By

Published : Dec 18, 2022, 7:38 AM IST

Updated : Dec 18, 2022, 7:43 AM IST

સુરત:ગુજરાતમાં DRI (Directorate of Revenue Intelligence) આરોગ્ય માટે હાનિકારક સિગારેટ અને અન્ય નિકોટિન ઉત્પાદનોની દાણચોરીસામે જોરદાર લડાઈ ચલાવી રહ્યું છે. બંદરો અને ધોરીમાર્ગો પર જપ્તી ઉપરાંત, ડીઆરઆઈ રેલ્વે માર્ગ દ્વારા પણ સિગારેટના થઈ રહેલા સ્મગલિંગને ઝડપી રહી છે. ત્યારે સુરત DRIએ ફરી વખત રૂપિયા 40 લાખની સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. (Surat DRI seized 40 lakh worth of cigarettes)

100 ટકા ડ્યૂટી ન ભરવા સિગારેટનું સ્મગલિંગ

1.96 લાખ નંગથી વધુ સિગારેટ જપ્ત:DRIના અધિકારીઓેએ ચોક્કસ બાતમીના આધારે સુરત રેલ્વે સ્ટેશન પર ચેન્નાઈથી સુરત જવાના રેલ્વે પાર્સલને અટકાવ્યું હતું. (Cigarettes Smuggled By Train From Myanmar Via Chennai) સુરત રેલ્વે સ્ટેશન પર પહોંચેલા રેલ્વે પાર્સલમાંથી આશરે રૂપિયા 40 લાખની કિંમતની સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પાર્સલમાંથી સ્મગલિંગથી લવાયેલી કુલ 1.96 લાખ નંગથી વધુ પ્રતિબંધિત સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. જેમાં ઇ-સિગારેટ પણ સામેલ છે. (more than 1.96 lakh pieces of banned cigarettes seized)

આ પણ વાંચો:સોરઠમાં પોલીસે દારૂ ઘુસાડવાનું કાવતરું ખુલ્લું પાડ્યું, 405 પેટી દારુ પકડ્યો

ચેન્નાઈથી આવ્યું હતું પાર્સલ:રેલવે પાર્સલ વિભાગમાં ચેન્નાઇથી આવેલો માલ ઉતારાયો હતો. જે ઇન્ડોનેશિયા અને કોરિયાથી મંગાવવામાં આવી હતી. કોરિયાથી સીધી ફ્લાઇટ મારફત ચેન્નાઇ આવી હતી અને ત્યાંથી ટ્રેન મારફત સુરત લાવવામાં આવી હતી. પાર્સલ પર પુરુ એડ્રેસ પણ લખવામાં આવ્યું નહોતું. કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ માલની અટકાયત કરવામાં આવી છે.

100 ટકા ડ્યૂટી ન ભરવા સિગારેટનું સ્મગલિંગ

સિગારેટનાજથ્થાને નાશ કરવામાં આવશે : 100 ટકા ડ્યૂટીન ભરવી પડે એ માટે સિગારેટનુ સ્મગલિંગ કરવામાં આવે છે. અગાઉ ચોકમાંથી રૂપિયા 75 લાખનો જથ્થો ઝડપાયો હતો. 1 વર્ષમાં સમગ્ર રાજ્યમાં 2.88 લાખ નંગ સિગારેટ પકડાઇ છે. સમગ્ર વર્ષ દરમિયાન ડીઆરઆઇએ ચાર કરોડની આ પ્રકારની સિગારેટ ઝડપી છે હવે તેની પર પાણી નાંખીને તેનો નાશ કરી દેવામાં આવશે.

સિગારેટનું સ્મગલિંગ: બે રીતે સિગારેટનુ સ્મગલિંગ થાય છે. એક પેસેન્જરો ડ્યૂટી ફ્રી લાવે તે અને બીજું મ્યાનમાર સરહદથી તેને દેશમાં ઘુસાડવામાં આવે છે. એક પેસેન્જર આવી 200 સિગારેટ લાવી શકે છે. ડ્યૂટી બચાવવા માટે આ સિગારેટ સ્મગલિંગ મારફત સુરત લાવવામાં આવતી હોય છે.

આ પણ વાંચો:સોરઠમાં પોલીસે દારૂ ઘુસાડવાનું કાવતરું ખુલ્લું પાડ્યું, 405 પેટી દારુ પકડ્યો

Last Updated : Dec 18, 2022, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details