ગુજરાત

gujarat

ETV Bharat / crime

સુરતમાં બાળકનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો - child abduction in surat

સુરતમાં જીઆઈડીસી વિસ્તારમાં બાળકનું અપહરણ(child abduction in surat) કરી ફરાર આરોપીની સચિન જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી(Sachin GIDC police arrested the accused) છે. બાળક ગુમ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સીસીટીવીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ દરમિયાન તેણે લગ્નને 16 વર્ષ બાદ પણ સંતાન ન હોવાથી બાળકનું અપહરણ કર્યાનું જણાવ્યું હતું. આ મામલે હાલ પોલીસે આરોપીની પુછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સીસીટીવીથી આરોપીની ઓળખ
સીસીટીવીથી આરોપીની ઓળખ

By

Published : Dec 11, 2022, 9:10 PM IST

સીસીટીવીથી આરોપીની ઓળખ

સુરત:સુરતમાં જીઆઈડીસી વિસ્તારમાંથી 5 વર્ષીય બાળકના અપહરણની(child abduction in surat) ઘટના સામે આવી છે. લગ્નને 16 વર્ષ બાદ પણ સંતાન ન હોવાથી સંતોષ નામના યુવકે બાળકનું અપહરણ કરી તેને દત્તક લેવાનો પ્લાન બનાવ્યો હતો. આ દરમ્યાન આરોપી સંતોષને એક બાળક ધ્યાને આવતાં તેનું અપહરણ કર્યું હતું.(Sachin GIDC police arrested the accused)

સીસીટીવીથી આરોપીની ઓળખ: સામે આવેલી માહિતી મુજબ બાળક ઘર પાસે રમી રહ્યો હતો. પરંતુ થોડા સમય બાદ બાળક ન દેખાતા પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. પરંતુ બાળકનો કોઈ પત્તો ન લાગતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. બનાવની ગંભીરતા જોઈ પોલીસ પણ એલર્ટ થઇ ગયી હતી. પોલીસ દ્વારા વિસ્તારમાં લગાડવામાં આવેલા 50 થી 60 જગ્યાએ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં જોવા મળ્યું હતું કે બાઈક પર આવેલો શખ્સ બાળકને બાઈક પર બેસાડીને અપહરણ કરીને લઇ ગયો હતો. આ ઘટનામાં પોલીસે ક્રાઈમ બ્રાન્ચ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની જુદી જુદી 7 ટીમો બનાવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરાઈ હતી.

સીસીટીવીથી આરોપીની ઓળખ

વોચ ગોઠવી આરોપીની ધરપકડ:આ સમગ્ર મામલે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે એ જણાવ્યું હતું, સચિન GIDC પોલીસના એએસઆઈ ઈર્શાદ ગુલામ સાદીક મલેકને એક બાઈક ધ્યાને આવી હતી. જેમાં તે બાઈક પર પાછળની સાઈડ પર નંબર ન હતા આગળના ભાગે નબર હતા. આ બાઈક અંગે તપાસ કરતા આ બાઈક સંતોષ નામના શખ્સની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે સંતોષના ઘરે જઈ તેની પત્નીની કડક પૂછપરછ કરી હતી. જેમાં સંતોષ સાથે એક બાળક છે અને તે લઈને શહેર છોડી બહાર ગામ જઈ રહ્યો છે. આ દરમ્યાન પોલીસે વોચ ગોઠવી આરોપી સંતોષને ઝડપી પાડ્યો હતો.

બાળક ન હોવાથી કર્યું અપહરણ: પોલીસ તપાસમાં આરોપીના લગ્નને 16 વર્ષ થયા છે અને કોઈ સંતાન નથી જેથી બાળકનું અપહરણ કરી તેને દત્તક લેવાનો હતો. પરંતુ આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આરોપી મૂળ યુપીનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. બાળક જે જગ્યાએ રમતો હતો ત્યાં તેની માતા કામ કરતી હતી. આ દરમ્યાન આરોપી સંતોષ ત્યાં અવાર નવાર આવતો હતો. ત્યારે તેના ધ્યાને બાળક આવ્યો હતો અને અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details