રાજકોટ :રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી દિવસેને દિવસે વધતી જાય છે, ત્યારે રાજકોટમાંકુખ્યાત મહિલાની ડ્રગ વેચાણ કરી પુરી ગેંગ ઝડપાઈ છે. રાજકોટની કુખ્યાત મહિલા ડ્રગ પેડલર (Drug Peddler Rajkot) સુધા ધામેલીયા સહિતની ગેંગને SOG પોલીસે મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુધા અગાઉ અનેક વખત ગ્સ, દારૂ, જુગાર, રાયોટિંગ, મારામારી, તેમજ NDPSના ગુનામાં પોલીસના (Rajkot Drug Case) હાથે પકડાઇ ચૂકી છે.
પોલીસે કરી કાર્યવાહી - પોલીસે ચોક્કસ બાતમીના આધારે રામધામ સોસાયટી મેઈન રોડ પર હર્ષિલ ટાઉનશીપ પાસેથી સુધા ધામેલીયા અને તેના સાગરીત અનિરૂધ્ધસિંહ વાઘેલાની મેફેડ્રોન ડ્રગ સાથે ધરપકડ કરી હતી. પોલીસે સુધા (Detention of Sudha Dhamelia) અને તેના સાગરીત પાસેથી પાસેથી 1 લાખ 7 હજાર 500 કિંમતના 10.75 ગ્રામ MD ડ્રગ સહિત બે મોબાઈલ ફોન મળી કૂલ 1,22,650નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુંબઇથી ડ્રગ્સની આયાત - સુધાની પ્રાથમિક પુછતાછમાં સુધા અને અનિરૂધ્ધસિંહે પોતે આ ડ્રગ્સ મુંબઇથી લઇ આવ્યાનું રટણ કર્યુ છે. ઉલ્લેખનિય છે કે મનહર પ્લોટમાંથી બે દિવસ પહેલા ઝડપાયેલો વણિક શખ્સ યોગેશ બારભાયા પણ 6.69 લાખનું એમડી ડ્રગ્સ મુંબઇથી (Mephedrone Drug in Rajkot) લાવ્યાનું કબુલ્યું હતું. તેના રિમાન્ડ પુરા થતાં તે જેલ હવાલે થયો છે. આ સાથે ત્યાં હવે નામચીન ડ્રગ્સ પેડલરની છાપ ધરાવતી સુધા ધામેલીયા અને તેનો સાગરીત મેફેડ્રોન સાથે ઝડપાયા છે.