ખેડા રાજ્યમાં દુષ્કર્મ લઈને સતત સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે ખેડામાં વર્ષ 2020માં એક હેવાન શિક્ષકે પોતાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મને કોર્ટમાં કેસ ચાલતો હતો. જેને લઈને કોર્ટે સમાજમાં દાખલો બેસાડતો મહત્વનો ચુકાદો આપ્યો છે. નડિયાદની પોક્સો કોર્ટ (POCSO Court Nadiad) દ્વારા દસ્તાવેજ પુરાવા તેમજ મૌખિક પુરાવાને ધ્યાને લઈને ચુકાદો આપ્યો છે. આ હેવાન શિક્ષકે વિદ્યાર્થીનીને કારમાં (Punishment rape) બેસાડીને તને ખેતરમાં ઉતારી દઈશ તેમ જણાવ્યું હતું.
દુષ્કર્મ આચરનારને શિક્ષકને કોર્ટ આપ્યો સમાજમાં દાખલો બેસતો ચુકાદો આ પણ વાંચોહવે શહેરમાં વૃદ્ધ મહિલાઓ પણ સુરક્ષિત નથી! માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના આવી સામે
શું હતી સમગ્ર ઘટના વર્ષ 2020માં કપડવંજ તાલુકાના એક ગામમાં શિક્ષક મહેશ પટેલ દ્વારા પોતાની જ સગીર વિદ્યાર્થીનીને કારમાં બેસાડી તને ખેતરમાં ઉતારી દઈશ તેમ જણાવ્યું હતું. જે બાદ અન્ય ખેતરમાં લઈ જઈ (rape case in Kheda) દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ ભોગ બનનાર વિદ્યાર્થીને આપી હતી. જે બાદ હેવાન શિક્ષકે સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલાને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
દુષ્કર્મ આચરનારને શિક્ષકને કોર્ટ આપ્યો સમાજમાં દાખલો બેસતો ચુકાદો આ પણ વાંચોમાનસિક અસ્થિર બાળકી પર દુષ્કર્મ ગુજારનાર શિક્ષકે ખુદ સાથે કર્યું કંઇક આવું...
કોર્ટ દ્વારા સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો અપાયો સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારવા મામલેકપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જે કેસમાં નડિયાદની પોક્સો કોર્ટ દ્વારા 35 જેટલા દસ્તાવેજી પુરાવા તેમજ 12 મૌખિક પુરાવાને ધ્યાને લઈ સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો છે. તેમજ ભોગ બનનારને રૂપિયા ચાર લાખ વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કરાયો છે. teacher raped student in kheda, Teacher rapes student, rape cases statistics in india, rape law in india, pocso court sentenced