ગુજરાત

gujarat

ETV Bharat / crime

Operation Aag: કેરળમાં 'ઓપરેશન આગ' હેઠળ 2500થી વધુ ગુનેગારોની ધરપકડ - પિંક પોલીસના પેટ્રોલિંગ કલાકો વધારાશે

કેરળમાં 'ઓપરેશન આગ' હેઠળ ગુનેગારોને પકડવા માટે એક વિશાળ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યભરમાં 2507 ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

OPERATION AAG KERALA POLICE
OPERATION AAG KERALA POLICE

By

Published : Feb 6, 2023, 6:54 PM IST

Updated : Feb 6, 2023, 7:03 PM IST

તિરુવનંતપુરમ:કેરળ પોલીસ રાજ્યભરમાં ગેંગસ્ટરો સામે કાર્યવાહી કરી રહી છે. વિવિધ જિલ્લાઓમાંથી 2507 ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જે આઈજી અને જિલ્લા પોલીસ વડાઓની આગેવાની હેઠળના 'ઓપરેશન આગ'નો એક ભાગ છે. જેમાં પકડાયેલાઓમાં ગુંડાઓ, ગેંગના સભ્યો અને ભાગેડુઓનો સમાવેશ થાય છે. સમગ્ર કેરળમાં 1673 કેસ નોંધાયા છે. પોલીસ અધિકારીઓએ પર કરેલ કાર્યવાહી બાદ આ દરોડા પાડવામાં આવે છે.

2507 લોકોની ધરપકડ:મોટાભાગના ગુંડાઓ તિરુવનંતપુરમમાં પોલીસના હાથે ઝડપાયા છે. પોલીસ કમિશનર નાગરાજુએ સ્પષ્ટતા કરી કે મોટાભાગની ધરપકડ તિરુવનંતપુરમમાં થઈ છે. તિરુવનંતપુરમ શહેરમાંથી 113 અને તિરુવનંતપુરમ ગ્રામીણમાંથી 184 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. કોલ્લમમાંથી 261, કન્નુરમાંથી 257 અને કોઝિકોડ જિલ્લામાંથી 256 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી.

Woman Sells Granddaughter: સગી નાની બની સોદાગર, 55000 રૂપિયામાં કર્યો માસુમનો સોદો

નાના ગુનાઓમાં સંડોવાયેલાઓને એક તક અપાશે:કમિશનરે જણાવ્યું હતું કે નાના ગુનાઓમાં સંડોવાયેલાઓને ભવિષ્યમાં સુધારવાની તક આપવામાં આવશે. ધરપકડ કરાયેલા ગુનેગારોમાં કુખ્યાત ગેંગસ્ટર અનૂપ એન્ટોની અને આંતરરાજ્ય ચોર જાફરનો સમાવેશ થાય છે. ગુંડાઓને આર્થિક અને અન્ય સહયોગ આપનારાઓની પણ ધરપકડ કરવામાં આવશે. તે જ સમયે મ્યુઝિયમ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં મહિલા પર હુમલાની ઘટનામાં કમિશનરે જણાવ્યું હતું કે આવી ઘટના ફરીથી ન બને તે માટે પગલાં લેવામાં આવશે. બિન-જામીનપાત્ર આરોપો હેઠળ ધરપકડ કરાયેલા લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે, જ્યારે અન્યને 24 કલાકથી વધુ સમય માટે કસ્ટડીમાં રાખવામાં આવશે અને પૂછપરછ પછી છોડી દેવામાં આવશે.

Bomb threat at Bengaluru airport: બેંગલુરુ એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી બદલ કેરળની મહિલાની ધરપકડ

પિંક પોલીસના પેટ્રોલિંગ કલાકો વધારાશે:નાગરાજુએ તમામ મહિલાઓને મહિલા સુરક્ષા મોબાઇલ એપ 'નિર્ભયા' ડાઉનલોડ કરવાનું પણ કહ્યું હતું. મહિલાઓ સામેની હિંસા રોકવા માટે પિંક પોલીસના પેટ્રોલિંગ કલાકો વધારવામાં આવશે. રાત્રિના સમયે પિંક પોલીસની ખાસ પેટ્રોલિંગ સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવશે. આ પ્રક્રિયા માત્ર ધરપકડ અને રિમાન્ડ પુરતી મર્યાદિત નથી, તે ચાલુ રહેશે. તેમણે કહ્યું કે તમામ અમલીકરણ વિભાગો સાથે સંકલન કરીને અભિયાન ચાલુ રહેશે. ધરપકડ કરાયેલા લોકોની વિગતો તે મુજબ અપડેટ કરવામાં આવશે.

Last Updated : Feb 6, 2023, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details