સુરતઃકામરેજ પોલીસે દીકરી એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સ માંથી રૂપિયા 25.80 કરોડની બનાવતી ચલણી નોટ અને એમ્બ્યુલન્સ સહિત જામનગરના હિતેશ કોટડીયાની ધરપકડ કરી હતી.કામરેજ પોલીસની પૂછતાછ દરમ્યાન હિતેશ કોટડીયાના મોટા વડાણાં ખાતેના રહેઠાણના સ્થળેથી કામરેજ પોલીસે રૂપિયા ૫૨ કરોડથી વધુની બનાવતી ચલણી નોટ શોધી કાઢી હતી. (fake note of 17 crores caught from delhi)હિતેશ કોટડીયાની પૂછતાછ બાદ કામરેજના ખોલવડ ખાતે પવિત્ર સોસાયટી ખાતે રહેતા દિનેશ લાલજીભાઈ પોશીયા તેમજ આણંદના વિપુલ હરીશભાઈનું નામ ખુલતા કામરેજ પોલીસે તેમની અટકાયત કરી હતી.
સુરત પોલીસે દિલ્હીમાંથી વધુ 17 કરોડ રૂપિયાની નકલી નોટ ઝડપી - fake note of 17 crores caught from delhi
સુરત જિલ્લા પોલીસે નકલી નોટ પ્રકરણમાં ઊંડી તપાસ હાથ ધરી છે,(fake note of 17 crores caught from delhi)દિલ્હી ખાતેથી વધુ બનાવટી 17 કરોડ રૂપિયાની નકલી નોટ સાથે મુખ્ય સૂત્રધારનો સાગરીત ઝડપી લીધો હતો
ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યાઃમુંબઈ ખાતેના દરોડામાં નોટબંધી પહેલાંની ચલણી નોટ મળી કુલ 317 કરોડની બનાવતી ચલણી નોટ સહિત કુલ 6 આરોપી પોલીસ શકંજામાં આવી ગયા હતા. ત્યારે SITની ટીમને વધુ સફળતાના ભાગ રૂપે મુંબઈ ખાતેથી પ્રવિણ સુખલાલ જૈન તેમજ દિલ્લી ખાતેથી અમિત જયભગવાન રાણા નામના આરોપીને ઝડપી પાડી રૂપિયા 17 કરોડ 75 લાખની વધુની ચલણી નોટ કબ્જે કરી કુલ 334.78 કરોડ રૂપિયાની બનાવતી ચલણી નોટના નેટવર્કમાં સામેલ કુલ 8 આરોપીને સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા હતા.
14 ફિચર્સની કોપી મારીઃ સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરએ જણાવ્યું હતું કે, "બનાવટી નોટ અને ઓરીજન ચલણી નોટમાં કેટલો તફાવત છે તે જાણવા માટે બેંક કર્મચારીને નોટ બતાવી હતી. તેઓના જણાવ્યા અનુસાર બનાવટી નોટ પર RBI ના 17 ફિચર્સ માંથી 14 ફિચર્સની કોપી મારી છે, જ્યારે ત્રણ ફિચર્સ કોપી થઈ શક્યા નથી તેમજ બનાવતી નોટમાં વાપરવામાં આવેલ કાગળ પર સારી કક્ષાનું છે જેથી લોકોને શંકા ન થાય"