રાજસ્થાન: રતનગઢમાં એક સગીર બાળકી સાથે સામૂહિક દુષ્કર્મનો (Kidnapping of a minor and gang rape) મામલો સામે આવ્યો છે. જેમાં સ્કૂલથી ઇન્ટરવલ દરમિયાન ઘરે આવતી સગીર છોકરી સાથે દુષ્કર્મ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાંચ આરોપીઓએ સગીર છોકરીને બળજબરીથી કારમાં એવું કહીને બેસાડી કે તેના પિતાનો અકસ્માત થયો છે. આ પછી તેને નિર્જન સ્થળે લઈ જઈને આ ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો હતો. તે જ સમયે જ્યારે આરોપીઓ યુવતીનું અપહરણ કરી રહ્યા હતા ત્યારે તેના ભાઈએ તેને જોઈ હતી. જે બાદ ઘરે પહોંચ્યા બાદ પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. પરિવારજનોએ તાત્કાલિક તેમની 15 વર્ષની પુત્રીની શોધખોળ શરૂ કરી હતી.
પીડિતાની સ્થિતિ નાજુક:પીડિતાની સગીર છોકરીના સંબંધીઓને પડિહારા એરસ્ટ્રીપ નજીક તેણી બેભાન મળી આવી હતી. સંબંધીઓએ પીડિત છોકરીને પડીહારા હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાંથી તેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે. સગીર સારવાર હેઠળ તે કોઈ નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં નથી. બીજી તરફ સગીર યુવતીની સાથે આવેલા પરિવારજનોએ પડિહારા ગામના પાંચ લોકોએ દુષ્કર્મ ગુજાર્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે. પીડિતાના કાકાના રિપોર્ટના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સીઆઈ સુભાષ બિજરાણીયાએ જણાવ્યું કે પોલીસને ઘટના અંગે રિપોર્ટ મળ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે પોલીસ સગીરનું મેડિકલ ટેસ્ટ કરાવશે અને ત્યાર બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:Rape case in Ahmedabad: ધોળકામાં થયેલ સામુહિક દુષ્કર્મનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો