ગુજરાત

gujarat

By

Published : May 11, 2021, 11:04 PM IST

ETV Bharat / crime

વડોદરામાં વાહનો ચોરી કરીને ગીરવે મૂકી દેતો શખ્સ ઝડપાયો

વડોદરામાંથી વાહન ચોરી થવાની અસંખ્ય પોલીસ ફરિયાદો રોજે રોજ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાઇ રહી છે, ત્યારે વાહનની ચોરી અટકાવવા માટે ગોરવા પોલીસે વેશપલ્ટો કરી એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આ શખ્સની ધરપકડ કરી 7 મોપેડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Thief caught stealing vehicles in Vadodara
Thief caught stealing vehicles in Vadodara

  • વડોદરામાં વાહનો ચોરી કરીને ગીરવે મૂકી દેતો શખ્સ ઝડપાયો
  • મોપેડ ચોરી કરી તેની નંબર પ્લેટ કાઢી નાખતો
  • આધાર કાર્ડ આપી ચોરેલા વાહનો ગીરવે મૂકી દેતો

વડોદરા : શહેરમાંથી વાહન ચોરી થવાની અસંખ્ય પોલીસ ફરિયાદો રોજે રોજ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાઇ રહીં છે, ત્યારે વાહન ચોરી અટકાવવા માટે ગોરવા પોલીસે વેશપલ્ટો કરી એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સે મોજ શોખ પુરા કરવા માટે મોપેડની ચોરી કરીને તેને ગીરવે મૂકી દેતો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. પોલીસે આ શખ્સની ધરપકડ કરી 7 મોપેડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : કડીમાં કરફ્યુ વચ્ચે પણ મોબાઇલની દુકાનોમાં ચોરો ત્રાટકયા, પોલીસ સ્ટેશન પાસે જ નાઈટ પેટ્રોલિંગ નબળું

કામ ધંધો શોધવાને બદલે વાહન ચોરી કરવાનો રસ્તો અપનાવ્યો

શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડની કૈલાશધામ સોસાયટીમાં રહેતો અજીત ઉર્ફે અજય રમેશભાઇ પાટણવાડીયાએ બે મહિના અગાઉ લગ્ન કર્યા હતા. અજીત તેની પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. નોકરી ધંધો ન હોવાથી વાપરવા માટે રૂપિયા ન હતા. જેથી કામ ધંધો શોધવાને બદલે અજીતે વાહન ચોરી કરવાનો રસ્તો અપનાવ્યો હતો. ગોરવા તેમજ ગોત્રી વિસ્તારની ભરચક જગ્યાએ પહોંચી વાહનોની ચોરી કરતો હતો. આમ વિસ્તારમાં એકાએક વાહન ચોરીની ફરિયાદો વધતા ગોરવા પોલીસ એક્શનમાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ચોરીના વાહન સાથે એક શખ્સ ગોરવા દશામાતા મંદિર પાસેથી પસાર થવાનો છે.

આ પણ વાંચો : જૂનાગઢ પોલીસે બાઈક ચોરી કરતાં યુવકની કરી ધરપકડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાંથી કરતો હતો ચોરી

વાહનમાં ચાવી મૂકી જનારા ચાલકો માટે ચેતવણી સમાન કિસ્સો

પોલીસને મળેલી બાતમીના આધારે વેશપલ્ટો કરી દશામાતા મંદિર પાસે વોચમાં હતી. તેવામાં વાહન સાથે નિકળેલા શખ્સને પોલીસે અટકાવી તેની પૂછપરછ કરતા પોતાનુ નામ અજીત ઉર્ફે અજય પાટણવાડીયા હોવાનું જણાવ્યું હતું. ગાડીના કાગળો અંગે પોલીસે પૂછપરછ કરતા તેણે ગલ્લાતલ્લા કરવાનું શરૂ કર્યું હતું. જેથી પોલીસે તેની કડકાઇથી પૂછપરછ કરતા 7 મોપેડની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ગોરવા પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે, અજીત મોજ શોખ પુરા કરવા માટે વાહનોની ચોરી કરતો હતો. બે મહિના અગાઉ જ તેના લગ્ન થયા હતા અને પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. ગોરવા તેમજ ગોત્રી વિસ્તારમાં ભરચક જગ્યાએ પહોંચી જતો અને ત્યાં કોઇ ચાલક વાહનમાં ચાવી ભૂલી ગયો હોય તેવી ગાડી નજરે ચઢતા તેની ચોરી કરી નંબર પ્લેટ કાઢી લેતો હતો તથા કોઈ વાર લોક કરેલી મોપેડમાં માસ્ટર કી નાખી તે પણ ચોરી લેતો હતો.

પોલીસે 7 મોપેડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

પોલીસે જણાવ્યું હતું કે, મોપેડની ચોરી કર્યા બાદ પોતાનુ આધાર કાર્ડ આપી વાહનો ગીરવે મૂકી દેતો અને જે રૂપિયા મળે તેમાંથી પોતાના મોજ શોખ પુરા કરતો હતો. પોલીસે ગોરવા, ગોત્રી અને કરજણ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલી 7 મોપેડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details