અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતો વિનય શાહ આર્ચર કેર ડીજીએડ એલ.એલ.પી કંપની (archer care digiaid L.L.P company) ધરાવીને લોભામણી અને નાણાકીય સ્કીમો બહાર પાડીને હજારો લોકો પાસેથી કંપનીમાં રોકાણ કરાવી છેતરપિંડી (Fraud by pulling off a greedy financial scheme) હાજરી ચાર વર્ષથી ફરાર થઈ ગયો હતો. વિનય શાહ સામે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના તેમજ CID ક્રાઇમમાં એક અને નિકોલ પોલીસ સ્ટેશનમાં પણ એક એમ કુલ પાંચ છેતરપિંડીના ગુનાઓ નોંધાયા(Fraud offenses reported at nikol police station) હતા અને તે ભારત છોડીને ફરાર થઈ ગયો હતો. જેથી CID ક્રાઇમ એ વિનય શાહને પકડવા માટે રેડ કોર્નર નોટીસ બહાર પાડવા સહિતની કાર્યવાહી કરી હતી જેના આધારે તેની ધરપકડ (CID crime arrested vinay shah) કરવામાં આવી છે.
260 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ઝડપાયો:અમદાવાદ સહિત અલગ અલગ શહેરોના લોકોને લોભામણી અને ગેરકાયદેસર સ્કીમો (Fraud by pulling off a greedy financial scheme) આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર કૌભાંડી વિનય શાહની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આર્ચરકેર કંપનીના નામે 260 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર(Fraud by pulling off a greedy financial scheme) વિનય શાહની ઇન્ટરપોલની મદદથી રેડ કોર્નર નોટિસના આધારે દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.