ગુજરાત

gujarat

By

Published : Jul 5, 2020, 12:38 PM IST

ETV Bharat / city

ભારતની પહેલી ટ્રાન્સજેન્ડર ઑપરેટર બની ઝોયા ખાન

ઝોયા ખાન ભારતની પહેલી એવી ટ્રાન્સજેન્ડર છે, જે કોમન સર્વિસ સેન્ટરમાં ઓપરેટરનું કાર્ય કરી રહી છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ઝોયાની આ સિદ્ધિ પર અભિનંદન પાઠવ્યાં છે.

India's first transgender operator
ભારતની પહેલી ટ્રાન્સજેન્ડર ઑપરેટર

નવી દિલ્હી: ગુજરાતના વડોદરા જિલ્લામાં રહેતો ઝોયા ખાન કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)માં ઓપરેટર તરીકે કામ કરનારો ભારતનો પહેલો ટ્રાન્સજેન્ડર બન્યો છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વીટ દ્વારા ઝોયાની આ સિદ્ધિ વિશે માહિતી આપી હતી.

કેન્દ્રીય પ્રધાને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ઝોયા ખાન ગુજરાતના વડોદરા જિલ્લાના કોમન સર્વિસ સેન્ટરમાં દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર ઓપરેટર છે. તેમણે ટેલિમેડિસિન કન્સલ્ટિંગથી સીએસસી કાર્ય શરૂ કર્યું છે.

ટેલિમેડિસિન પરામર્શથી દર્દીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડોક્ટર સાથે વાત કરી શકે છે અને તેમની સમસ્યાઓ કહી શકે છે. કેન્દ્રીય પ્રધાને પણ આ માટે તેમને અભિનંદન આપ્યા છે. રવિશંકર પ્રસાદે લખ્યું કે, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાન્સજેન્ડર સમુદાયને ડિજિટલી સાક્ષર બનાવવાનો અને તેમને ભવિષ્ય માટે સારી તકો પ્રદાન કરવાનો છે.

તમને જણાવી દઈએ કે, સામાન્ય સેવા કેન્દ્ર ભારત સરકાર દ્વારા ગ્રામીણ અને દૂરસ્થ સ્થળોએ ઇ-સેવા આપવા માટેની સુવિધાઓમાંથી એક છે. આ સુવિધા તે વિસ્તારોમાં આપવામાં આવી છે, જ્યાં કૉમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા નથી.

ABOUT THE AUTHOR

...view details