વડોદરા:કોરોના કાળમાં વડોદરા જીલ્લાની મંજુસર સ્થિત NBC કંપનીએ 480 જેટલા કામદારોને કંપનીમાંથી કાઢી મુકતા કામદારોમાં (Workers of Vadodara company protest) ભારે રોષ ફેલાયો છે. બીજી તરફ કંપની પર કામદારો જાય કે કંપની સામે વિરોધ પ્રદર્શન કરે તો પોલીસ બોલાવી ધમકાવી ઘરભેગા કરી હોવાના કર્મચારીઓ આક્ષેપો કર્યા (Employees made allegations) છે.
કંપની અને કામદારો વચ્ચે સંકલન કરી સમાધાન થાય તેવા પ્રયત્નો કરીશું : કેતન ઈનામદાર
કંપનીમાં પણ નોકરી માટે જતા ત્યાં પણ કામ કરવા નહીં દેવાતા અનેક રજૂઆતો છતાં પણ કર્મચારીઓની રજૂઆત ધ્યાને નહીં લેવાતા કર્મચારીઓએ ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસ્થાને પહોંચી ન્યાયની માંગ કરી હતી. ધારાસભ્ય કેતન ઈનામદાર જણાવ્યું હતું કે, કંપની મેનેજમેન્ટ કામદારોની ભૂલને ભૂલ ના સમજી તેમને સપોર્ટ કરે અને બંને વચ્ચે સંકલન કરી સમાધાન થાય તેવા પ્રયત્નો કરીશું.
આ પણ વાંચો:ક્રેડાઇના સભ્યોની કોર્પોરેશન અને વુડાના અધિકારીઓ વચ્ચે બેઠક બાદ વિવાદનો અંત
480 જેટલા કામદારોને રાતોરાત છૂટા કરી દેવાયા
NBC કંપનીમાં કામ કરતા અને છુટા કરાયેલ કર્મચારી ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષોથી NBC કંપનીમાં નોકરી કરી રહ્યા હતા. કંપનીમાં કેટલીક તકલીફોને કારણે અમે સત્તાધીશોને રજૂઆત કરતા હતા. જેને ધ્યાનમાં રાખીને કંપની સત્તાધીશોએ જાણ કર્યા વિના 480 જેટલા કામદારોને રાતોરાત છૂટા કરી દેવાયા હતા. ત્યાર પછી અમે કેટલી વખત રજુઆતો કરી પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી. કોરોનાના કાળ દરમિયાન જ નોકરી છુટી જતા અમે છેલ્લા દોઢ વર્ષથી ઘરે બેઠા છે અને ગુજરાત ચલાવવું મુશ્કેલ બન્યું છે.
કામદારોને ન્યાય અપાવવા માટે માંગણી કરી
કર્મચારી ક્રિપાલસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ધરણા માટે વિરોધ પ્રદર્શન માટે પરવાનગી મેળવવા જઈએ છે તો તે પણ આપવામાં આવતી નથી. નાછૂટકે આજે ધારાસભ્ય કેતન ઈનામદારના ઘરે આવવાની ફરજ પડી છે. કંપનીના સત્તાધીશો સાથે વાત કરી કામદારોને ન્યાય અપાવવા માટે માંગણી કરી છે.
આ પણ વાંચો:વડોદરા લોકો શેડ એન્જીનમાં લગાવી રહ્યા છે કેમેરા, પ્રાથમિક તબક્કે 18 એન્જીનમાં લગાવ્યા કેમેરા
મેનેજમેન્ટ સાથે બેસીને કંઈક નિરાકરણ લાવીશું : કેતન ઇનામદાર
ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, NBC કંપનીમાં કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે છેલ્લા દોઢ પોણા બે વર્ષથી આ મુદ્દો ચાલી રહ્યો છે. આજે આ સાવલી તાલુકાના તમામ કામદારો મારી પાસે તેમના હક થી આવ્યા હતા. ફરી એક વખત તેમણે મારી સાથે આ મામલે રજૂઆત કરી છે. મેં પણ તેમણે કહ્યું છે કે, મેનેજમેન્ટ સાથે બેસીને કંઈક નિરાકરણ લાવીશું, પરંતુ હાલમાં જે કામદારોના પ્રશ્ને વાત છે કે યુનિયન સાથે અને યુનિયન છોડીને આ બે વચ્ચે બહુ જ મોટો તફાવત છે. એટલે ફરી એક વાર પ્રયત્ન કરીશું કે કોઈ રસ્તો નીકળે અને મને લાગે છે કે આ બાબતે નિવેડો આવશે.