વાઘોડિયાના પીપરીયા પાસે આવેલી બાન્કો ઈન્ડિયન લીમીટેડ કંપનીમાં ગાડીના રેડીયર્ટેર બનાવતી કંપનીમાં અંદાજે 180 જેટલા વર્કરો આશરે 12 વર્ષેથી કામ કરે છે.
વડોદરામાં કંપનીનાં કામદારો ઉતર્યા હળતાલ પર, કંપની વિરુદ્ધ નારા લગાવ્યા - gujarat
વડોદરા: વાઘોડિયા પાસે આવેલી બાન્કો ઈન્ડિયન લીમીટેડ કંપનીમાં કામદારોનું શોષણ કરાતા કંપનીમાં કામદારો હડતાળ પર ઉતર્યા હતા અને કંપની વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
વડોદરામાં કંપનીનાં કામદારોએ લગાવ્યા નારા
કંપનીના કેટલાક કામદારોને કારણ વગર છૂટા કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા મજદૂર સંઘ દ્વારા કામદારોને સાથે રહી કામદારોની યોગ્ય માગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીના મૅનેજમેંટ સામે નારા લગાવ્યા હતા. કંપનીના એક કામદારનો મશીનમાં હાથ આવી જતાં કામદારનો હાથ કાપાવાની ઘટના પણ સામે આવી છે.