- વડોદરામાં મૃત્યુશૈયા પર સુતેલા પતિએ પત્નીને આપ્યું માતા બનવાનું સુખ
- પત્નીએ હાઈકોર્ટ માંથી પતિના સ્પમ મેળવવા માટે મેળવી મંજૂરી
- સ્પમ ડોનેશનના ગણતરીના કલાકોમાં પતિનું મૃત્યું થયું
વડોદરા: શહેરના એક મહિલાના પતિની લગ્નના 8 મહિનામાં જ કોરોનાને કારણે ઘણી ગંભીર પરિસ્થિતિ થઈ હતી. મલ્ટીપલ ઓર્ગન ફેઇલ થવાને કારણે તેમના બચવાની આશા નહિવત છે. આ વચ્ચે પત્નીએ IVF ના માધ્યમથી બાળક રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પતિ સભાન અવસ્થામાં ન હોવાથી ડોક્ટરોએ હાઈકોર્ટમાંથી મંજૂરી લાવવા કહ્યું હતું. હાઈકોર્ટે પણ માત્ર 7 મિનીટની સુનવણીમાં પતિના સ્પર્મ કલેક્ટ કરવા મંજૂરી આપી હતી. જ્યારબાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં પતિના સ્પર્મ કલેક્ટ કરવામાં આવ્યા હતા. જેને આગામી સુનવણી સુધી પ્રિઝર્વ કરવામાં આવશે.
15 મિનીટમાં સર્જરી કરવામાં આવી
હોસ્પિટલમાં IVF સ્પેશિયાલિસ્ટ અને યુરોલોજિસ્ટની હાજરીમાં પ્રોસિઝર હાથ ધરાઇ હતી માત્ર 15 મિનિટમાં જ આ સર્જરી પૂરી થઈ ગઈ હતી અમદાવાદમાં રહેતી યુવતી ભરૂચના યુવાન સાથે પ્રેમમાં પડી એ યુવાન પણ જૂન 2018થી કેનેડાનો પીઆર ધરાવતો હતો બન્ને એકબીજાને બેહદ પ્રેમ કરતાં હતાં અંતે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ગત ઓક્ટોબર 2020માં કોવિડનાં નિયંત્રણો હોવા છતાં કેનેડામાં બન્નેએ લગ્ન કર્યાં હતા.
આ પણ વાંચો : હાઈકોર્ટની મંજૂરી મળતા અરજદાર મહિલાના પતિના સ્પર્મ લેવાયા
પિતાનું ઈનફેક્શન લાગ્યું
પિતાની બીમારીનું ઈંફેકશન પુત્રને લાગ્યું અને કોરોનાનું ઇન્ફેક્શન લાગી ગયું હતું. તેની સ્થિતિ ન સુધરતાં ગત 10 મેના રોજ તેને હૉસ્પિટલમાં એડમિટ કરવા પડ્યો ત્યારથી એ યુવતી પતિ સાજો થાય એ માટે સતત ઈશ્વરને પ્રાર્થના કરતી હતી, પરંતુ ડૉક્ટરોના ભારે પ્રયાસો છતાં યુવકની સ્થિતિ કથળતી જતી હતી. એનાં બન્ને ફેફસાંમાં કોરોના પ્રસરી ચૂક્યો હતો. આખરે તેને ઍક્મો સપોર્ટ પર મૂકવો પડ્યો અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરની સ્થિતિ આવી પોતાના પતિને બેહદ પ્રેમ કરતી એ યુવતીને તેના જ સંતાનની માતા બનવું હતું આથી તેણે આઇવીએફ પ્રોસિઝર અપનાવવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો :"મારા પતિ પાસે માત્ર 24 કલાક છે, પ્લીઝ મને IVF માટે મંજૂરી આપો"
ગણતરીના કલાકમાં મૃત્યું
પત્નીએ IVF સિસ્ટમથી બેબી પ્લાન્ટ કરવા નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી IVF કરવા માટે બંને પક્ષની મંજૂરી અનિવાર્ય છે પરંતુ પતિ છેલ્લા ઘણા સમયથી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોનર તરીકે તેમની મંજૂરી મળી શકે એમ ન હતું આથી હોસ્પિટલના તબીબોએ તેમને કોર્ટમાંથી મંજૂરી લાવવા કહ્યું હતું પરિણામેપત્નીએ કોર્ટમાં આ માટેની મંજૂરી માગી હતી નામદાર હાઈકોર્ટે આ અંગે સુનાવણી હાથ ધરતાં 24 કલાકની અંદર દર્દીના સ્પર્મ લેવાનો આદેશ કર્યો હતો. સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત યુવાનના દર્દીના સ્પર્મ લીધાના ગણતરીના કલાકોમાં ગુરુવારે યુવકનું મૃત્યુ થયું હતું.