- કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા વચ્ચેનો વિવાદ વધુ વકર્યો
- ભરતસિંહ સોલંકીએ મનીષા નામની મહિલાના ખાતામાં રૂ.3 લાખ ડોલર ટ્રાન્સફર કર્યા
- કોઇ પણ મિલકત ખરીદવા કે ટ્રાન્સફર નહી કરવા માટે પતિ ભરતસિંહને પત્ની રેશ્માનીે જાહેર નોટિસ
- કોરોનાની બીમારીમાંથી બહાર આવ્યા બાદ વર્તન બદલાયું : પત્ની રેશ્મા પટેલ
વડોદરાઃ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો ( Bharatsinh Solanki ) પત્ની સાથેનો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે. ભરતસિંહનાં પત્ની રેશમા પટેલે વધુ એક નોટિસ આપીને તેમની મિલકતમાં પોતાનો ભાગ હોવાનું કહીને કોઈએ એ મિલકત ન ખરીદવાની અપીલ કરી છે. પત્નીના બેંક ઓફ અમેરિકાના ખાતામાંથી ભરતસિંહ સોલંકીએ 3 લાખ ડોલરથી વધારે રૂપિયા મનીષાબેન અને અન્ય ઇસમોનાં ખાતાંમાં ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હોવાનો પણ નોટિસમાં આક્ષેપ કર્યો છે.
રેશમા પટેલે પોતાના વકીલ મારફતે આપેલી નોટિસમાં જણાવ્યું કે...
રેશમાબેન ભરતસિંહ સોલંકીનાં ( Bharatsinh Solanki ) પત્ની અને પ્રકાશચંદ્ર મણિભાઇ પટેલની પુત્રી જાહેર ચેતવણી આપીએ છીએ કે અમારા અસીલના કાયદેસરના લગ્ન ભરતસિંહ સોલંકી સાથે થયેલા હતાં. પરંતુ હાલમાં અસીલના પતિ સાથે વિવાદ ઊભો થતાં અમારા અસીલને ઘરેથી કાઢી મૂક્યા હતાં. તેમણે જાહેર નોટિસ આપેલી હતી. અમારા અસીલ બોરસદ ખાતે રહેતાં હતાં. તેમનું ઘર તેમના પતિ ભરતસિંહ સોલંકીએ ધમકી આપીને ખાલી કરાવ્યું હતું. અમારા અસીલ પાસે રહેવાનું કોઇ સ્થાન ન હોવાથી જીવનું જોખમ હોવાથી કારણે તેઓ તાત્કાલિક અમેરિકા જતાં રહ્યાં છે. અમારા અસીલના પતિના નામે જંગમ અને સ્થાવર મિલકત તેમજ તેમનાં સગાં-વહાલાં તથા મિત્રોના નામે લીધેલી જંગમ તથા સ્થાવર મિલકત 6 માસ પહેલાં કે હાલમાં કોઇ ઇસમે ખરીદવી નહીં, કારણ કે તેમની મિલકતમાં અમારા અસીલનો ભાગ છે, જેથી કોઇ તેમની મિલકત ખરીદશે તો અમારા અસીલ કાયદેસરની કાર્યવાહી કરશે. અમારા અસીલના બેંક ઓફ અમેરિકાના ખાતામાંથી ભરતસિંહ સોલંકીએ 3 લાખ ડોલરથી વધારે નાણાં ઓનલાઇન મનીષાબેન અને અન્ય ઇસમોનાં ખાતાંમાં ટ્રાન્સફર કરી દીધાં. જેની જાણ અમારા અસીલને કરી નથી. આ નાણાં પરત નહીં આવે તો અમારાં અસીલ એ અંગે અમેરિકાથી કાયદેસરની કાર્યવાહી કરશે.