વડોદરા: નેનલ હાઈવે નંબર 48 પર આવેલા કરજણ તાલુકાના બામણગામ પાસેથી ઓઇલ ચોરી કરનારા 8 આરોપીની 4 ટેન્કરો સાથે જિલ્લા SOG પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રીના સમયે વડોદરા ગ્રામ્ય SOG પોલીસ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન SOG પોલીસને બાતમી મળી હતી કે, સુરતનો મુનાફ મેમણ નામનો ઈસમ તેના માણસ કલ્પેશ મારફતે બામણગામમાં આવેલી હોરોઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નંબર 266માં આવેલા ગ્રીન એન્વાયરમેન્ટ કોર્પોરેશન નામનો પ્લોટ ભાડે રાખી IOCL માંથી ફર્નેશ ઓઈલ ભરી નીકળતા ટેન્કર ચાલકો સાથે મળી ઓઇલની ચોરી કરે છે.
વડોદરા SOG પોલીસે ઓઈલ ચોરી કરનારા 8 ઇસમોની ધરપકડ કરી - હોરોઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક
વડોદરા ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ઓઈલ ચોરી કરનારા 8 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે 1 આરોપી ફરાર છે. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા SOG પોલીસે ઓઈલ ચોરી કરનારા 8 આરોપીની ધરપકડ કરી
બાતમીના આધારે SOG પોલીસે છાપો મારી ઘટના સ્થળ પરથી રૂપિયા 61,29,313ના મુદ્દામાલ સાથે 8 ઇસમોને ધરપકડ કરી હતી. જ્યારે મુનાફ મેમણ નામનો મુખ્ય આરોપી ફરાર થયો હતો. જેથી SOG પોલીસે ધરપકડ કરેલા 8 સહિત કુલ 9 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.