વડોદરા: ગુજરાતમાં પ્રથમ સાયન્સ સિટી અમદાવાદ (ahmedabad science city)માં આવેલી છે. સાયન્સ સિટીમાં બાળકોથી લઇને તમામ વયની વ્યક્તિઓમાં પર્યાવરણ અને વિજ્ઞાન (Environment and Science In Gujarat) ક્ષેત્રે રોમાંચ ઊભા કરે તેવા પ્રકારનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યુ છે. કરોડોના ખર્ચે બનેલા સાયન્સ સિટીની મુલાકાતે રોજના હજારો લોકો આવે છે, ત્યારે હવે વડોદરામાં પણ આવી જ સાયન્સ સિટી (Vadodara Science City) બનાવવામાં આવશે.
7થી 8 એકર જમીનમાં ગુજરાતનાં બીજા સાયન્સ સિટીની સ્થાપના થશે-ગુજરાત સરકાર હવે વડોદરામાં 7થી 8 એકર જમીનમાં ગુજરાતની બીજી સાયન્સ સિટીની સ્થાપના કરશે. રૂપિયા 100કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ (science city vadodara project) સાકાર કરવામાં આવશે (science city vadodara Construction costs) તેવી જાણકારી મહેસૂલ અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આપી હતી.
આ પણ વાંચો:Ahmedabad Science City : સાયન્સ સિટીમાં મુલાકાતીઓ માટે ખુશીના સમાચાર