- લહેરીપુરા પોલીસ સ્ટેશન પર સેનટેરી પેડનુ વેલ્ડીંગ મશીન મુકવામાં આવ્યું
- કામ કરનારી મહિલાઓને ઉપયોગી
- શહેરમાં અન્ય પોલીસ સ્ટેશન પર પણ મુકવામાં આવશે
વડોદરા: માસિક ધર્મ વિશે દરેક કિશોરી અને યુવતીઓને તે અંગે સાચી જાણકારી હોવી જોઈએ. વિશ્વભરમાં 28 મેનો દિવસ માસિક સ્રાવને લગતી ગેરસમજને તોડવા, માસિક વિશે જાગૃત્તિ લાવવા અને માસિક સ્વચ્છતા સંચાલનના મહત્વને સમજવા માટે માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સેનેટરી વેલ્ડીંગ મશીન
વડોદરા લહેરીપુરા પોલીસ ચોકી ખાતે વડોદરાના વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલા સખી પ્રોજેક્ટ અંતર્ગત સેનેટરી પેડ વેન્ડિંગ મશીનનું લહેરીપુરા પોલીસ ચોકી ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. મશીનમાં એક ડમી સિક્કો નાખી, 3 વાર હેન્ડલ ફેરવવાથી સરળતાથી નિઃશુલ્ક સેનેટરી પેડ મેળવી શકાશે.આ કાર્યક્રમમાં શહેરના પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘ તેમજ સંસ્થાના સ્વાતિ બેડેકર અને યુવા સમાજિક કાર્યકર અનોખી પ્રબીર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : મોબાઈલ એડિક્શનનો શિકાર થઇ ઘરેથી ભાગેલી યુવતીને 'શી ટીમે' પરિવારને સોંપી