ગુજરાત

gujarat

ETV Bharat / city

Vadodara Police Transfer: વડોદરાના પોલીસ સ્ટેશનમાં એકસાથે 87 કર્મચારીની બદલી થઈ, જુઓ - Vadodara Police Transfer

વડોદરામાં કારેલાબાગ પોલીસ સ્ટેશનના તમામ 87 પોલીસકર્મી અને 3 PSIની બદલીના (Vadodara Police Transfer) આદેશ શહેર પોલીસ કમિશનરે આપ્યા (Vadodara Police Commissioner Transfer Order) છે. જોકે, આવી રીતે આખા પોલીસ સ્ટેશનનું વિસર્જન એ વડોદરામાં પહેલી વખત બન્યું છે.

Vadodara Police Transfer: વડોદરાના કયા પોલીસ સ્ટેશનમાં એકસાથે 87 કર્મચારીની બદલી થઈ, જુઓ
Vadodara Police Transfer: વડોદરાના કયા પોલીસ સ્ટેશનમાં એકસાથે 87 કર્મચારીની બદલી થઈ, જુઓ

By

Published : Feb 19, 2022, 8:49 AM IST

Updated : Feb 19, 2022, 9:06 AM IST

વડોદરાઃ શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનના (Karelibaug Police Station staff Transfer) તમામ 87 પોલીસકર્મીઓ અને 3 PSIની બદલીના આદેશ (Vadodara Police Transfer) શહેર પોલીસ કમિશનરે કર્યાં છે. જોકે આવું વડોદરાના ઈતિહાસમાં પહેલી વખત બન્યું છે.

87 પોલીસકર્મીની એકસાથે બદલી

આ પણ વાંચો-Transfer Of IAS Officers In Gujarat: 7 IAS અધિકારીઓની બદલી, જાણો AMC કમિશ્નર તરીકે કોની નિયુક્તિ થઈ

87 પોલીસકર્મીની એકસાથે બદલી

વડોદરાના પોલીસ કમિશનર શરશેર સિંહે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં (Karelibaug Police Station staff Transfer) ફરજ બજાવતા તમામ 87 પોલીસકર્મીઓની બદલી વહીવટી કારણોસર શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કરવાનો હુકમ (Vadodara Police Commissioner Transfer Order) કર્યો છે. આ સાથે જ આ જગ્યાઓ પર શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 89 પોલીસકર્મીઓની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો-Teacher Transfer Rules Amendment Gujarat: 10 વર્ષ બાદ શિક્ષકોની બદલીના નિયમોમાં સુધારો, 2 લાખથી વધુ શિક્ષકોને થશે લાભ

3 PSIની પણ બદલી

તેમ જ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ 3 PSIની પણ બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને અન્ય બે પોલીસ સ્ટેશનમાંથી 2 PSIની કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં (Karelibaug Police Station staff Transfer) નિમણૂંક કરવામાં આવી છે.

વડોદરાના ઈતિહાસમાં આ પહેલી ઘટના

વડોદરાના ઈતિહાસમાં પહેલી વખત આખા પોલીસ સ્ટેશનનું (Karelibaug Police Station staff Transfer) વિસર્જન થયું છે. આ અગાઉ સુરતમાં આખા પોલીસ સ્ટેશનનું વિસર્જન કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સપ્તાહ પહેલા જ કારેલીબાગ પોલીસ મથકના PI મહિડાની બદલી કરવામાં આવી હતી અને તેમને લિવ રિઝર્વ પર કન્ટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા છે. આ બદલીઓ અંગે કોઈ પોલીસ અધિકારી કઈ બોલવા તૈયાર નથી.

Last Updated : Feb 19, 2022, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details