ગુજરાત

gujarat

ETV Bharat / city

વરસાદમાં દારૂની મજા માણતા નબીરા: ક્રાઇમ બ્રાન્ચે એન્ટ્રી મારી પાડ્યો મહેફિલમાં ભંગ - Police detect liquor and car

વડોદરાના ગોરવામાં ખેતર પાસેના મકાનમાં નબિરાઓની દારૂની મહેફિલ (Vadodara police detect liquor party) ઝડપાઇ હતી. BMW સહિતની કાર પાર્ક કરી દારૂની મહેફિલમાં વ્યસ્ત નબિરાઓ ઝડપાતા સમગ્ર ઘટનામાં પોલીસે રૂ. 49,40,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

વરસાદમાં દારૂની મજા માણતા નબીરા: ક્રાઇમ બ્રાન્ચે એન્ટ્રી મારી મહેફિલમાં ભંગ પાડ્યો
વરસાદમાં દારૂની મજા માણતા નબીરા: ક્રાઇમ બ્રાન્ચે એન્ટ્રી મારી મહેફિલમાં ભંગ પાડ્યો

By

Published : Jun 15, 2022, 6:25 PM IST

વડોદરા: ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તાર દાજીના કુવો ખાતે ખેતરમાં નબિરાઓની દારૂની મહેફિલ (Vadodara high profile liquor party ) ચાલી રહી હતી. તેવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ એન્ટ્રી મારી મહેફિલમાં ભંગ પાડ્યો (Vadodara police detect liquor party) હતો. સમગ્ર કાર્યવાહીમાં BMW સહિતની અનેક મોંધીદાટ કાર સહિતનો લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. LCBની કાર્યવાહીને પગલે માલેતુજાર લોકોને વર્તુળોમાં સોંપો પડી ગયો છે.

આ પણ વાંચો:ઢોરોના ત્રાસના પગલે વિરોધ દર્શાવવા આ નેતોઓ પણ બન્યા રખડતા ઢોર

રાજ્યભરમાં દારૂબંધી લાગું છે, પરંતુ તેની અમલવારી કેવી રીતે થાય છે તે તો સૌ કોઇ જાણે જ છે. વડોદરામાં દારૂબંધીની અમલવારીને લઇને પોલીસ સતર્ક છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી કે, દાજીનો કુવો (Vadodara liquor party spot) સુરેશભાઇ છોટાભાઇ પટેલના ખેતરમાં આવેલા ધાબાવાળા મકાનની ઉપરના માળે પતરાના શેડની નીચે દારૂની મહેફિલ ચાલી રહી હતી. બાતમી મળતા જ એલસીબીના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો:શા માટે સરકારે બંધ કરી? ટેક્સટાઈલ માટે આશીર્વાદરૂપ ગણાતી ટફની યોજના

સ્થળની બહાર બીએમડબલ્યુ સહિતની મોંધીદાટ કાર પાર્ક કરેલી જોવા મળી હતી. બાતમીવાળી જગ્યાએ મહેફિલ ચાલતી હતી એલસીબીના જવાનોને જોતા જ માલેતુજારોના નબિરાઓ ડઘાઇ ગયા હતા. આમ એલસીબીની ટીમે નબિરાઓની મહેફિલમાં ભંગ પાડી દીધો હતો. સમગ્ર ઘટનામાં 8 જેટલા નબિરાઓની અટકાયત કરીને તેમના વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં પોલીસે રૂ. 49,40,000 નો મુદ્દામાલ (Police detect liquor and car) જપ્ત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details