વડોદરાઃ રાજ્યમાં ફરી લઠ્ઠાકાંડ (Botad Latha Kand Case) જેવી દુર્ઘટના ન બને તે માટે હવે પોલીસ વિભાગ સફાળું જાગ્યું છે. ત્યારે વડોદરામાં શહેર પોલીસ કમિશનરે ડો શમશેર સિંહે આ અંગે મહત્વની બેઠક (Vadodara CP Dr Shamsher Singh Meeting with Methanol Traders) યોજી હતી. તેમાં તેમણે મિથેનોલના નાના-મોટા ટ્રેડર્સ અને સ્ટોરેજ રાખનારા લોકો સાથે મુલાકાત કરી તેમને કડક સૂચનો આપ્યા હતા. સાથે જ તેમણે કેમિકલનો જથ્થો અન્ય કોઈના હાથમાં ન જાય તે માટે ધ્યાન રાખવા (Methanol dealers advised to be vigilant) જણાવ્યું હતું.
પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ - રાજ્યમાં બરવાળા, ધંધુકાના ગામડાઓમાં થયેલા લઠ્ઠાકાંડમાં (Botad Latha Kand Case) 55થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ ચકચારી ઘટનાથી પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. તો હવે વડોદરામાં પણ આવી કોઈ ઘટના ન બને તે માટે તકેદારી લેવામાં (Methanol dealers advised to be vigilant) આવી રહી છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે આ અંગે વેપારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી.
આ પણ વાંચો-બોટાદ લઠ્ઠાકાંડ બાદ જાગેલા તંત્રએ પાંચ વર્ષથી લાયસન્સ વગર ધમધમતા એમોસના પીપળજ યુનિટને કર્યું સીલ