ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના વૃદ્ધ પાસેથી રૂપિયા 5 કરોડની ખંડણી માંગનાર શખ્સો ઝડપાયા - વૃદ્ધ પાસેથી માંગી ખંડણી

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા વૃદ્ધને ફોન કરી દુબઈથી જોહરભાઈ અબ્બાસીના રૂપિયાની વસૂલાત કરવાની છે તેમ જણાવી કેટલાક શખ્સોએ રૂ. 5 કરોડની ખંડણી માંગી હતી. આ અંગે તેમણે પોલીસને જાણ કરતા ગોત્રી પોલીસે કાર્યવાહી હાથ ધરી 3 શખ્સોની ધરપકડ કરી હતી.

વડોદરાના વૃદ્ધ પાસેથી રૂ. 5 કરોડની ખંડણી માંગનાર શખ્સો ઝડપાયા
વડોદરાના વૃદ્ધ પાસેથી રૂ. 5 કરોડની ખંડણી માંગનાર શખ્સો ઝડપાયા

By

Published : Oct 18, 2020, 3:48 PM IST

  • વડોદરામાં વૃદ્ધના પાસે ખંડણી માંગવાનો મામલો
  • 5 કરોડની માગી ખંડણી
  • ગોત્રી પોલીસે કરી કાર્યવાહી

વડોદરા: દુબઈથી જોહરભાઈ અબ્બાસીના રૂપિયાની વસૂલાત માટે આવ્યા હોવાનું જણાવી શહેરના રેસકોર્સ વિસ્તારમાં રહેતા વૃદ્ધની પ્રોપર્ટી પડાવી લેવાના પ્રયાસ અને રોકડા રૂ. 5 કરોડની ખંડણી માંગનાર ત્રણ શખ્સોને ગોત્રી પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

5 સપ્ટેમ્બરે આવ્યો હતો ફોન

વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ પાસે આવેલી અભિષેક કોલોનીમાં રહેતા અને હાલમાં નિવૃત એવા 60 વર્ષીય કલ્પેશભાઈ પટેલને ગત 5 સપ્ટેમ્બરના રોજ ફોન આવ્યો હતો. જેમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે, 'હું ફકરૂદ્દીન જોરાવાલા ઈન્દોરથી બોલું છું, મારે તમને મળવું છે.'

રૂબરૂમાં આપી ધાકધમકી

આ અંગે કલ્પેશભાઈએ ઇનકાર કરતા તેમને વારંવાર ફોન આવ્યા કરતા હતા. દરમિયાન 14 ઓક્ટોબરના રોજ તેઓ આણંદ પાસે આવેલા વઘાસી ગામમાં સગાસબંધીની ઓફિસે ગયા હતા. તે સમયે અચાનક ફકરૂદ્દીન જોરાવાલા, હબીબભાઈ, કૃતાબભાઈ નામના 3 શખ્સો તેમની પાસે ધસી આવ્યા હતા અને જણાવ્યું હતું કે, અમે ઇન્દોરથી આવ્યા છે. વડોદરામાં તમારા ઘરની પણ જાણકારી છે અમને દુબઈથી જોહરભાઈ અબ્બાસીના રૂપિયા વસૂલ કરવા માટે આવ્યા છે. તમારી જે કોઈ મિલકત હોય તે તેના નામ ઉપર કરી દો અને તાત્કાલિક 5 કરોડ રૂપિયાની એક દિવસમાં વ્યવસ્થા કરો. આવતીકાલે દુબઈથી ફોન આવશે એટલે પૈસા લેવા આવીશું તેમ કહી તેઓ નાસી છૂટ્યા હતા.

પોલીસને જાણ કરતા થઇ કાર્યવાહી

બીજા દિવસે તેઓ તેમના વકીલને મળવા ગયા હતા ત્યારે તેમના ઘરે આ ત્રણ ઈસમો ત્રાટક્યા હતા અને વોચમેનને જણાવ્યું હતું કે, દુબઈથી ફોન આવે તો ફોન ઉઠાવવાનો નહીં તો તેમને અને કુટુંબીજનોને ભારે પડશે. ત્યારબાદ ફરી આ ત્રણેય ઇસમો કલ્પેશભાઈના ઘરમાં ઘૂસી ગયા હતા અને રૂપિયા 5 કરોડની માંગ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કલ્પેશભાઈએ આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય એક અબ્બાસી ફકરૂદ્દીન રહેવાસી વડોદરા નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરાના વૃદ્ધ પાસેથી રૂ. 5 કરોડની ખંડણી માંગનાર શખ્સો ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details