વડોદરાઃ શહેર પોલીસ હાલ,તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આ ઈસમ કોણ હતો અને આકસ્મિક મોંત થયું છે કે પછી હત્યા થઇ હોવાની દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે. આ બનાવ સંદર્ભે સ્થાનિક મુસ્લિમ બિરાદરે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક પાણીગેટ દરવાજા નીચે જે ચરસીઓ નશો કરવા માટે બેસે છે, તેમાંથી એકનું મોંત થયું છે.
વડોદરાના પાણીગેટ દરવાજા નીચેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર - પાણીગેટ દરવાજા
વડોદરા શહેરના ઐતિહાસિક પાણીગેટ દરવાજા નીચે એક અજાણ્યા ઈસમનો મૃતદેહ પડ્યો હોવાની વાતને લઈ ઘટના સ્થળે લોકટોળાં ઉંમટ્યા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. મોંઢા તેમજ માથાના ભાગેથી લોહી નીકળતી હાલતમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ નજરે પડ્યો હતો.
વડોદરાના પાણીગેટ દરવાજા નીચેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચારવડોદરાના પાણીગેટ દરવાજા નીચેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર
આ અંગે અગાઉ કોર્પોરેશનની વોર્ડ નંબર 1 ની કચેરીએ રજૂઆત કરી હતી, પણ વાતને ધ્યાને લેવામાં ન આવતાં આજે આ બનાવ બન્યો હતો. પાણીગેટ દરવાજાની નીચે આજદિન સુધી કોઈ દરવાજો લગાવામાં આવ્યો નથી. આગામી દિવસોમાં જે લખાણ છે અને પુરાવો છે તે થકી એક્શન લઈ તંત્રને બતાવવામાં આવશે કે રજૂઆત બાદ પણ કોઈ પગલાં લેવામાં ન આવતાં સોમવારના રોજ આ ઘટના બની હતી.