ગુજરાત

gujarat

ETV Bharat / city

Omicron Vadodara Cases: કોરોના કેસ વધતાં OSD ડો. વિનોદ રાવે બોલાવી વર્ચ્યુઅલ બેઠક, લીધા મહત્વના નિર્ણય - Vadodara OSD virtual meeting on Omicron

વડોદરામાં કોરોના અને ઓમિક્રોન વેરીએન્ટના સંક્રમણને (Corona Cases Increased In Vadodara) કારણે પોઝિટિવ કેસની સંખ્યામાં ઉત્તરોતર સતત વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાને લઈને OSD ડો. વિનોદ રાવે તત્કાલ વર્ચ્યુલ મિટિંગ (Vadodara OSD virtual meeting on Omicron) કરી હતી.

Omicron Vadodara Cases
Omicron Vadodara Cases

By

Published : Jan 8, 2022, 10:10 AM IST

Updated : Jan 8, 2022, 10:28 AM IST

વડોદરા:વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના અને ઓમિક્રોનવેરીએન્ટના (Vadodara OSD virtual meeting) સંક્રમણને કારણે પોઝિટિવ કેસની સંખ્યામાં ઉત્તરોતર સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે OSD ડો. વિનોદ રાવે તત્કાલ વર્ચ્યુલ મિટિંગ કરી બીજી લહેરમાં વડોદરા શહેરમાં સરકારે ગઠિત કરેલી કમિટીને પુનઃ કાર્યરત કરવા આદેશ કર્યો હતો.

OSD ડો. વિનોદ રાવ આવ્યા એક્શનમાં

શુક્રવારે વડોદરાના પ્રભારી સચિવ ડો. વિનોદ રાવ, મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, વડોદરા શહેરના કોવિડ એડવાઈઝર ડો. શીતલ મિસ્ત્રી સહિત સયાજી અને ગોત્રી હોસ્પિટલના ઉચ્ચાધીકારીઓ અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ઓનલાઈન બેઠક (Dr Vinod Rao called a virtual meeting) મળી હતી, જેમાં મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા.

વડોદરા માટે OSD ડો. વિનોદ રાવે કરેલ મહત્વપૂર્ણ નિર્ણય

  • કોરોનાની બીજી લહેર વખતે ગઠિત કરેલી તે તમામ કમિટીઓને પુન: કાર્યરત કરવી તેમજ તમામ SOPનો ઉપયોગ કરી તે મુજબની તમામ કાર્યપધ્ધતિને તાત્કાલિક અમલમાં મુકવી.
  • શહેરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે બેડની ઉપલબ્દ્ધતા અંગે રીવ્યુ કરી તેમાં જરૂરિયાત મુજબ બેડની સંખ્યામાં વધારો કરવો, જરૂરીયાત મુજબ હોમ આઈસોલેશન અને ડેલી મેડિસિનની ગાઈડલાઈન નક્કી કરવી.
  • સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો ખાતે ઉપલબ્દ્ધ તમામ ઓક્સિજન પોઈન્ટ, ઓક્સિજનની લાઈનના લીકેજ, લિક્વિડ ઓક્સિજન ટેન્ક, PSA પ્લાન્ટસ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, વેન્ટિલેટર્સ, BIPAP સહિતની તમામ વ્યવસ્થાનું તાત્કાલિક ઓડિટ કરવું.
  • જરૂર જણાય તે તમામ દવાઓ, સાધન- સામગ્રીથી હોસ્પિટલોને સજ્જ કરવી.
  • વિભાગીય નાયબ નિયામકે વડોદરા જિલ્લા અને તેની આજુબાજુના જિલ્લાઓમાં ઉપલબ્દ્ધ માનવ સંસાધનનું મેપિંગ કરી તેની યાદી તૈયાર રાખવી, જેથી જરૂર જણાયે તેઓની નિમણૂક કરી શકાય.
  • 108 એમ્બ્યુલન્સની સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે આસપાસના જિલ્લાઓમાંથી તેનું મોબીલાઈઝેશન કરવું.
  • તમામ હોસ્પિટલો દ્વારા તેઓના દાખલ દર્દીઓની સ્થિતિ અંગે રિયલ ટાઈમ ઓનલાઈન અપડેટ કરવું.
  • પ્રોએક્ટીવ સર્વેલન્સ અને સ્ક્રીનીંગ તેમજ ટ્રીટમેન્ટ મળી રહે તે માટે તાત્કાલિક અસરથી ધન્વંતરી આરોગ્ય રથ, સંજીવની સેવા રથ અને ડોર ટુ ડોર સર્વેલન્સની ડામગીરી કરવી.
  • સંજીવની સેવા રથ સેવાઓ માટે 100 ડૉક્ટર્સ માટે જાહેરાત આપી યાદી તૈયાર કરવી અને જરૂર જણાય ત્યારે જ તેઓની નિમણૂક કરવી.
  • પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેસન યુનિટ (PIU)ના અધિકારીઓએ તમામ સરકારી હોસ્પિટલોની સમિક્ષા કરી જરૂરી કામગીરી કરવી.
  • વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓને અગાઉ સેકન્ડ વેવ વખતે સોંપવામાં આવેલી કામગીરી અને તેને લગત તમામ વ્યવસ્થા ગોઠવવી.

આ પણ વાંચો: Covid Testing Dwarkadhish Temple : દ્વારકાધીશ જગત મંદિરમાં યોજાયો મેગા કોવિડ ટેસ્ટિંગ કેમ્પ, મંદિરના સ્ટાફ સહિત ભક્તોનો કરાયો કોરોના ટેસ્ટ

આ પણ વાંચો: Indian Spot Billed Duck in Junagadh: જૂનાગઢમાં જળકુકડી બતકને અપાતો ખોરાક નોતરી શકે છે વિનાશ, સંશોધનકર્તાનો દાવો

Last Updated : Jan 8, 2022, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details