- રાજકોટ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ વડોદરાનું તંત્ર સફાળા જાગ્યું
- મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોકડ્રિલ કર્યું
વડોદરા : શહેરની સયાજી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રિલ કરવામાં આવી હતી. જેમાં કોવિડ કેર સેન્ટરમાં આગ લાગી હતી. તાત્કિલ ફાયર બ્રિગેડના લાશ્કરોએ રેસ્ક્યૂ કામગીરી કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો અને દર્દીઓને સહી સલામત બચાવી લેવામાં આવ્યા હતા.
અગમચેતીના ભાગરૂપે સ્થાનિક તંત્ર એલર્ટ થયું
રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગના બનાવ બાદ વડોદરા ફાયર બ્રિગેટ તંત્ર સફાળું જાગી ઊઠ્યું છે. શનિવાર રોજ મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રિલ કરવામાં આવ્યું હતું.
સયાજી હોસ્પિટલમાં ફાયરબ્રિગેડ દ્વારા મોકડ્રિલ યોજાઇ એસેસજી હોસ્પિટલમાં આગના બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે આયોજન
રાજકોટ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યા બાદ શહેરની સરકારી હોસ્પિટલમાં આગના બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે શનિવારે મોકડ્રિલ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં અગ્નિ કાંડનો બનાવ બન્યો હતો. જેમાં 5 નિર્દોષ દર્દીઓએ જાન ગુમાવી હતી. આ કરૂણ ઘટનાને લઇને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ કોવિડ હોસ્પિટલમાં બનતા આ બનાવને લઇને અગમચેતીના ભાગરૂપે સ્થાનિક તંત્ર એલર્ટ થયું છે. જેના ભાગરૂપે શિનિ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રિલ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સયાજી હોસ્પિટલમાં આ અગાઉ પણ 3 મહિના પહેલાં કોવિડ સેન્ટરમાં આગનો બનાવ બન્યો હતો જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.