- વડોદરામાં 211મો વિઠ્ઠલનાથજીનો વરઘોડો
- મંદિર પરિસરમાં જ પ્રભુએ કર્યું વિચરણ
- રાજમાતા શુભાંગીની દેવીએ કરી પૂજા
વડોદરા: શહેરમાં કોરોના નબળો પડતા હવે ધીમે ધીમે ધાર્મિક તહેવારો કોવિડ ગાઈડલાઈન સાથે મનાવવામાં આવી રહ્યા છે. નગરજનોને કોઈ તકલીફ ન પડે તેમજ કોરોના સંક્રમણ ફેલાઈ નહીં માટે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પારંપરિક યોજાતા ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાને નિજ મંદિર પરિસરમાં યોજાયો હતો.
211મો વિઠ્ઠલનાથજીનો વરઘોડા
શહેરમાં ભગવાન વિઠ્ઠલનાથજીનો 211માં વરઘોડો પણ શાંતિપૂર્ણ અને શ્રદ્ધાભેર સંપન્ન થયો હતો. દેવ પોઢી અગિયારસના દિવસે પારંપરિક યોજાતા ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડાન માંડવી સ્થિત વિઠ્ઠલનાથજીના નિજ મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નગરજનોને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે ભગવાન વિઠ્ઠલનાથજી નગરયાત્રા નિજ મંદિરમાં જ યોજી હતી.
આ પણ વાંચો : ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદને લઇને વડોદરા NDRFની 10 ટીમો તૈનાત: