ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં બર્ડ ફ્લૂને કારણે કમાટી બાગ પક્ષીઘર બંધ કરાયું

દેશના વિવિધ રાજ્યોમાં વકરેલા બર્ડ ફ્લૂના રોગના કારણે સરકારના આદેશ મુજબ શનિવારથી વડોદરાનું સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઘર બંધ રાખવામાં આવ્યું છે.

વડોદરામાં બર્ડ ફ્લૂને લઈને કમાટીબાગ પક્ષીઘર બંધ કરાયું
વડોદરામાં બર્ડ ફ્લૂને લઈને કમાટીબાગ પક્ષીઘર બંધ કરાયું

By

Published : Jan 9, 2021, 4:45 PM IST

Updated : Jan 9, 2021, 5:57 PM IST

  • બર્ડ ફ્લુનો રોગ વકરતા વનસંરક્ષણ વિભાગ આવ્યું એક્શનમાં
  • વડોદરાના સયાજીબાગનું પ્રાણી સંગ્રહાલય ,પક્ષીઘર બંધ કરાયું
  • બર્ડ ફ્લુનો રોગ અટકાવવા પગલાં લેવાયા
  • રાજ્ય સરકારનો તમામ કોર્પોરેશનોને પ્રાણી સંગ્રહાલય,પક્ષીઘર બંધ કરવા આદેશ

વડોદરાઃ દેશના વિવિધ રાજ્યોમાં જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ફ્લૂનો રોગ ફેલાયો છે, ત્યારે ગુજરાત સરકારના વન સંરક્ષણ વિભાગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર પાઠવી પ્રાણી સંગ્રહાલય અને પક્ષી ગૃહમાં પ્રવાસીઓને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેવી સૂચના આપી છે, રાજ્ય વન વિભાગના વાઈલ્ડ લાઈફ વોર્ડને તમામ કોર્પોરેશનને જાણ કરી છે કે બર્ડ ફ્લૂના રોગને ધ્યાનમાં રાખી આ રોગ પક્ષીઓ કે પ્રાણીઓમાં ફેલાયા છે. તેમાંથી માનવમાં પણ આ રોગ ફેલાવાની શક્યતા છે. જેની તકેદારીના ભાગરૂપે પ્રાણી અને પક્ષી સંગ્રહાલય બંધ રાખવાના રહેશે બીજી સૂચના મળે નહીં ત્યા સુધી આ સૂચના અમલમાં રહેશે હોવાનું જણાવ્યું છે.

વડોદરામાં બર્ડ ફ્લૂને કારણે કમાટી બાગ પક્ષીઘર બંધ કરાયું

61 પ્રજાતિના 700થી વધુ પક્ષીઓ વડોદરાના સયાજીબાગ પક્ષીઘરમાં

રાજય સરકાર દ્વારા પરિપત્ર કરીને રાજ્યના તમામ પ્રાણી સંગ્રહાલય બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.જેમાં જણાવાયું છે કે ગુજરાતની આસપાસના રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યમાં વર્ડ લૂની અસર જોવા મળી છે.ત્યારે આગામી સુચના ન મળે ત્યાં સુધી રાજ્યના તમામ પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જેના પગલે કેવડિયા સ્ટેગ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા પક્ષી અને પ્રાણી સંગ્રહાલય તેમજ વડોદરાના સયાજીબાગ ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલય સહિતના આસપાના તમામ પ્રાણી સંગ્રહાલય મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.

Last Updated : Jan 9, 2021, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details